Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ : ૧૬૬ લોકો કોરોના પોઝિટિવ…

વડોદરા : ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર સૌથી વધુ છે, તેમાં વડોદરા પણ બાકાત નથી. ત્યારે વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. રિફાઇનરીમાં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ ૧૬૬ લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા પૈકીના ૭૧ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં જ રહે છે. ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના વકરવાની પ્રથમ ઘટના બની છે.
તો બીજી તરફ નંદેસરીની એસબીઆઇ બેંકમાં પણ કોરોના ફાટ્યો છે. બ્રાન્ચના ૧૨ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આટલા બધા કર્મચારીઓ એકસાથે સંક્રમિત થતા બેંક બંધ કરવાની ફરજ પડી છે. જીઆઇડીસીના મોટાભાગના ઉદ્યોગોના બેંત એકાઉન્ટ આ એસબીઆઇ બ્રાન્ચમાં છે. ત્યારે લાંબો સમય બેંક બંધ રહેતા કરોડોના ટ્રાન્ઝેક્શન અટવાઈ પડી શકે છે. સેનેટાઈઝેશનની પ્રક્રિયા બાદ બેંક ફરી શરૂ કરાશે.
વડોદરામાં જીવલેણ કોરોના એક શિક્ષિકાને ભરખી ગયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલના શિક્ષિકાનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. શિક્ષણ સમિતિની શાળામાં કોરોનાના કારણે મોતની પ્રથમ ઘટના સામે આવી છે. આ શાળામાં ૩૫ જેટલા શિક્ષકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અગાઉ ૨૫ શિક્ષકો સંક્રમિત થયા હતા. છેલ્લા બે દિવસમાં ૧૦ શિક્ષકો સંક્રમિત થતા આંકડો ૩૫ એ પહોંચ્યો છે. કોરોના બેકાબૂ બનતા શિક્ષકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Related posts

વડોદરામાં હિટ એન્ડ રન કેસ : ખુલ્લી જીપમાં રોફ જમાવતા નબીરાએ માસૂમ બાળકને કચડી નાંખ્યો…

Charotar Sandesh

વડોદરાના મેયર આઈલેશનમાં રહેવાના બદલે નીતિન પટેલના કાર્યક્રમમાં હાજર…

Charotar Sandesh

હું સ્વસ્થ છું, બાહુબલી છું અને બાહુબલી રહીશ, કોરોના જેવું કશું નથી : મધુ શ્રીવાસ્તવ

Charotar Sandesh