વડોદરા : વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૩૯૭ ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૭૬૧ દર્દી સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં ૭૩.૪૬ ટકા દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ ૫૭૯ એક્ટિવ કેસ છે, જે પૈકી ૧૧૫ ઓક્સિજન ઉપર અને ૩૧ વેન્ટીલેટર પર છે.
વડોદરા શહેરમાં ગુરૂવારે યાકુતપુરા, ડભોઇ રોડ, કિશનવાડી, પ્રતાપનગર, માંજલપુર, કારેલીબાગ, નાગરવાડા, યમુનામીલ, હરણી રોડ, વાઘોડિયા રોડ, સુભાનપુરા, વાડી, રાવપુરા, ખોડિયાનગર, દાંડિયાબજાર, ગોરવા, વારસીયા રોડ, માંડવી, માણેજા, ફતેગંજ, શિયાબાગ, સંગમ ચાર રસ્તા અને વાસણા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, દશરથ, ફર્ટીલાઇઝરનગર અને ડભોઇમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.