Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં કોરોનાના વધુ ૧૯ કેસ અને ૨ લોકોના મૃત્યુ થતા તંત્રમાં હડકંપ…

વડોદરામાં કોરોનાથી થતી મોતની સંખ્યા અન્ય શહેરની સરખામણીમાં બમણો…

વડોદરા : વડોદરામાં આજે કોરોનાના કારણે બે મોત થયા છે જેમા વડોદરાના પાણીગેટ વિસ્તારનો અને પાદરાના ચોકારી ગામનો મળીને બે યુવકોનો સમાવેશ થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વડોદરા શહેરમાં આજે કોરોના વાઈરસથી વધુ ૨ લોકોના મોત થયા છે, વડોદરા જિલ્લામાં કોરોના વાયરસના નવા ૧૯ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પીડિતોની સંખ્યા ૩૨૪ પર પહોંચી ગઈ છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. તો બે વ્યક્તિઓના મૃત્યુ થવાની સાથે કુલ મૃત્યુઆંક ૨૩ પર પહોંચી ગયો છે.

વડોદરામાં આજે નવા ૧૯ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા ૩૨૪ થઈ ગઈ છે. તો ૫૪ વર્ષના કલ્પના મસ્કે અને ૬૭ વર્ષના હનીફ રંગ રેજનું નિધન થયું છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૩ થઈ ગયો છે. વડોદરામાં ગુરૂવારે સાંજથી શુક્રવારે સવાર સુધીમાં ૧૪૨ સેમ્પલની ચકાવણી કરવામાં આવી હતી. જેમાં ૧૯ લોકોમાં કોરોના પોઝિટિવ આવ્યો છે. કેન્દ્ર સરકારે આજે કોરોના વાયરસના કેસના આધારે જિલ્લાઓને રેડ, ઓરેલન્જ અને ગ્રીન ઝોનમાં રાખ્યા છે. ગુજરાતના ૯ જિલ્લા રેડ ઝોનમાં છે, જેમાં વડોદરાનો સમાવેશ થાય છે.

વડોદરામાં આજે નોંધાયેલા કોરોના વાઈરસના ૧૯ દર્દીઓના નામ
-અર્જુનભાઇ છગનભાઇ પટેલ (ઉ.૬૩), ઘનશ્યામ પાર્ક સાસોયટી, સંગમ
-ઇમ્તિયાઝ મોહમ્મદ અત્તરવાલા (ઉ.૬૩), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
-ફાતેમા સફદરઅલી ચશ્માવાલા (ઉ.૬૩), ગેંડીગેટ રોડ, ફકરી મોહોલ્લા નં-૨, મોગલવાડા, ખાંગા મોહોલ્લા
-ફાતેમા ઇમ્તિયાઝ અત્તરવાલા (ઉ.૬૩), ફાતેમા મંજીલની પાછળ, મટન માર્કેટ, મોગલવાડા
-મોહમ્મધની દાદાભાઇ રંગરેજ (ઉ.૬૩), રબારીવાસ, વાડી
-યાસિનખાન રસુલખાન પઠાણ (ઉ.૬૩), રબારીવાડ, વાડી
-ઐયુબઅલી મેહનુરઅલી સૈયદ (ઉ.૬૩), સૈયદપુરા, નાગરવાડા
-નિઝામુદ્દીન ગુલામભાઇ ગોટલાવાલા (ઉ.૬૩), લોખંડવાલા પાસે, નાગરવાડા
-રમિઝખાન રસુલખાન પઠાણ (ઉ.૬૩), રબારીવાડ, વાડી
-ફેમિદા યુનુસભાઇ હોટેલવાલા (ઉ.૬૩), રબારીવાડ, વાડી
-આનંદ પાંડે (ઉ.૬૩), ઇએમઇ કેમ્પસ ફતેગંજ
-મોહમદ નુરદેન ઇસ્માઇલ થેરીવાલા (ઉ.૬૩), મોગલવાડા, પાણીગેટ
-મિનેષ અરવિંદભાઇ રાણા (ઉ.૬૩), ભદ્ર કચેરી રોડ, પાણીગેટ
-અફિરાબાનુ મલેક (ઉ.૬૩), વાડી મોટી હોરવાલા
-રફીકભાઇ રહેમાનભાઇ ગાબાલવાલા (ઉ.૬૩), રાવપુરા મચ્છીપીઠ
-નુરજહા યુસુફભાઇ શાહી (ઉ.૬૩), નાગરવાડા
-સના આસિફ સહેલિયા (ઉ.૬૩), નવીધરતી, નાકા ફળીયા, નાગરવાડા
-ઉસ્માનઘનિમ ઇસ્માઇલભાઇ દૂધવાલા (ઉ.૬૩), પાણીગેટ છીપવાડ

Related posts

સીએએ-એનઆરસીનાં સમર્થનમાં ક્વોરી ઉદ્યોગ સજ્જડ બંધ, હજારો ડમ્પરોના પૈડા થંભી ગયા…

Charotar Sandesh

વડોદરામાં વધુ ૨ કોરોના દર્દીના મોત થતા કુલ આંક ૪૭ થયો…

Charotar Sandesh

બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા ફરી લેવાની એનએસયુઆઈની માંગ…

Charotar Sandesh