Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરામાં કોરોનાને કારણે વધુ ૨ દર્દીના મોત : કુલ સંખ્યા ૨૭૧૮ ઉપર પહોંચી…

વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન વધુ બે દર્દીના મોત થયા છે. વડોદરાના માણેજા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. અલકાપુરી વિસ્તારમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૨૭૧૮ ઉપર પહોંચી છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૯૯૧ દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ ૬૭૦ એક્ટિવ કેસ છે,
જે પૈકી ૧૩૮ ઓક્સિજન ઉપર અને ૩૬ વેન્ટીલેટર-બી પેપ ઉપર છે. વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે વાઘોડિયા રોડ, વારસીયા, માંજલપુર, ફતેપુરા, અલકાપુરી, પ્રતાપનગર, કિશનવાડી, સમા, દાંડીયાબજાર, કારેલીબાગ, નવાપુરા, વાડી, ગોરવા, ગોત્રી, નાગરવાડા, અને આજવા રોડ વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, સાવલી, કોયલી, નંદેસરી, પોર, કરજણ અને શિનોરમાં કોરોનાના કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગાંધીનગરનો એક કેસ પણ વડોદરામાં નોંધાયો હતો.

Related posts

વડોદરા : બીએસએફમાં ફરજ બજાવતા જવાન આસામ બોર્ડર પર શહીદ થયા…

Charotar Sandesh

વડોદરા : જીવલેણ બીમારીથી પીડાતો ૧૦ વર્ષનો બાળક એક દિવસનો પીઆઇ બન્યો…

Charotar Sandesh

કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની ધરપકડ, વડોદરા ભડકે બળશે તેવી ચીમકી આપી હતી…

Charotar Sandesh