Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લાના અટલાદરા ખાતે ૬૭ લાખના ખર્ચે ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત કરાયું…

આ ડ્રેનેજ લાઈનનો લાભ અટલાદરાથી બીલ ગામ સુધીના સોસાયટીના રહીશોને થશે અને તેમની સમસ્યાનો કાયમી નિકાલ પણ આવશે…

વડોદરા : જિલ્લાના વોર્ડ નં. ૧૨માં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ૬૭ લાખના ખર્ચે બનનાર ડ્રેનેજ લાઈનનું ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરતભાઈ ડાંગર, વિસ્તારના રાજુભાઈ ઠક્કર તેમજ જીગાભાઈ જય રણછોડ સહિત કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

આ ડ્રેનેજ લાઈનનો લાભ અટલાદરાથી બીલ ગામ સુધીના સોસાયટીના રહીશોને થશે અને તેમની સમસ્યાનો કાયમી નિકાલ પણ આવશે તેમ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવેલ.

  • Ravi Patel, Vadodara

Related posts

કોરોનાને કારણે વડોદરાના નવરાત્રી બજારોને ૧૦૦ કરોડનો ફટકો…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાનો પગપેસારો : પહેલો કેસ નોંધાતાં તંત્ર દોડતું થયું…

Charotar Sandesh

વડોદરા : ત્રિમંદિરમાં આયોજિત સંત મિલન સમારંભમાં વિવિધ જિલ્લાના ૭૦થી વધુ સંત-મહંતોની ઉપસ્થિતિ…

Charotar Sandesh