સંપ્રદાયથી નહીં પણ સંપ્રદાયવાદ અને જાતિવાદથી સમાજને નુકસાન છે…
વડોદરા : શહેર નજીક વરણામાં પાસે આવેલા ત્રિમંદિર ખાતે આજે રાષ્ટ ્રવંદના મંચ, ગુજરાત પ્રદેશ પ્રેરિત સંત મિલન સમારંભનું આયોજન કરાયું હતું. જેમાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, ભરુચ અને છોટાઉદેપુરથી ૭૦થી વધુ સંત, મહંતોએ હાજરી આપી હતી.
રાષ્ટ્ર વંદના મંચના અધ્યક્ષે સંમેલનમાં ભારતને વિશ્વગુરુ બનાવવામાં સંત-મહંતોની ભૂમિકા વિશે કરેલા અધ્યક્ષીય ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે આધુનિક ભારતની રાજ્ય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન મહત્વનું છે.સતયુગમાં અરાજ્ય, રાજરાજ્ય, ધર્મરાજ્ય અને તે પછી હાલ સ્વરાજ્યમાં રાજ્ય સંચાલન માટે ઋષિમુનિઓ, મહંતો, આચાર્યો અને સંતોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
હાલ ધર્મ સંપ્રદાયોમાં વહેંચાઈ ગયો છે. જો કે સંપ્રદાયથી નહીં પણ સંપ્રદાયવાદ અને જાતિવાદથી સમાજને નુકસાન થાય છે. આગામી દિવસોમાં રાજ્યના વિવિધ સ્થળે સંત સંમેલન યોજાનાર છે, ત્યારબાદ રાજ્યના સંતોનું વિશાળ સંમેલન ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાતમાં સંતોના વિશાળ સંમેલન બાદ દેશના અન્ય રાજ્યોમાં પણ સંત સંમેલન યોજાશે.
- Ravi Patel, Vadodara