વડોદરા : બિલ ગામ ખાતે ધારાસભ્યશ્રી શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં જય રણછોડ ગ્રુપ તરફથી વિધવાઓને ધાબળા વિતરણ અને જય ભવાની ગ્રુપ તરફથી નાના બાળકોને ચોપડાનું વિતરણ બિલ ગામમાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં જિગાભાઇ જય રણછોડ, રાજુભાઈ ઠક્કર, તાલુકા કારોબારી સભ્યશ્રી જગદીશભાઈ ઠક્કર, ટિ્વંકલ ત્રિવેદી અને ગ્રામજનોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે રાજુભાઈ (જય ભવાની ગ્રુપ), જિગાભાઇ (જય રણછોડ ગ્રુપ), હાર્દિક પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ અને ટવીનકલ બેન ત્રિવેદી દ્વારા આજરોજ બિલ ગામ અને કલાલી ગામ ખાતે સરકારી શાળામાં ભણતા બાળકોને ફ્રીમાં નોટબુકો વહેચવામાં આવી આ બધી નોટબુકો રાજુભાઈ ઠક્કર તરફથી આપવામાં આવી. જિગાભાઇ જય રણછોડ ગ્રુપ તરફથી વિધવા બહેનોને ધાબડા આપવામાં આવ્યા. માનનીય ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને દરેક કાર્યકર્તા નો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય તરીકે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હાજરી આપી કાર્ય પૂર્ણ કરવાની બાયધરી ધારાસભ્ય તરફથી આપવામાં આવી. બીલ- કલાલી રોડ નું કારપેટનુ સી.એમ પટેલ પાર્ટી પ્લોટ કલાલીથી લઈને બિલગામ સુધી નું કામ નવરાત્રી પછી શરૂ થઈ જશે.
- Ravi Patel, Vadodara