Charotar Sandesh
મધ્ય ગુજરાત

વડોદરા : બીલ ગામમાં ‘જનસેવા એ જ પ્રભુસેવા’ સુત્રને સાર્થક કરતાં જીગાભાઈ જય રણછોડ દ્વારા વધુ એક પ્રશંસનીય કામગીરી…

વડોદરા : જિલ્લાના બીલ ગામમાં ‘જનસેવા એ જ પ્રભુસેવા’ સુત્રને સાર્થક કરતા જય રણછોડ ગ્રુપના પ્રમુખ સહિત સભ્યોએ કોરોના મહામારીના વિકટ સમયમાં પણ સેવાકાર્યો માટે અગ્રેસર રહેલ છે, જેને સમગ્ર ગ્રામજનોએ બિરદાવેલ છે.

નોંધનીય છે કે, વગર સત્તાએ કાર્યો કરે તેને સેવા કહેવાય અને સત્તા પર રહીને કામ કરે તેને ફરજ કહેવાય… આજરોજ ચાલે વરસાદી માહોલમાં ખડેપગે રહી ધરાશાયી થયેલ વૃક્ષને હટાવી બિલ-કલાલી રોડ અને બીલ-અટલાદરા રોડના ડ્રેનેજના પ્રોબ્લેમ માટે કોર્પોરેશનમાંથી ડ્રેનેજની સફાઈ કામગીરી ચાલુ કરાવી હતી, જે કાર્યને ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ બિરદાવતાં જણાવેલ કે, જીગો જય રણછોડ અને જય રણછોડ ગ્રુપના સભ્યો ખૂબ જ સેવાકીય કાર્યોમાં આગળ વધી રહ્યું છે, જે પ્રશંસનીય કાર્ય છે.

બીજી તરફ, કોરોના મહામારીની પરવા કર્યા વગર બીલ-કલાલી રોડ તરફ એન્જલ બલિસમાં ૧૬ નંબરમાંથી ફોન આવતા તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ સેવાભાવી જીગાભાઈ જય રણછોડ ગ્રુપ દ્વારા કરવામાં આવતાં બિલ-કલાલી એસોશિયેશન તરફથી આભાર વ્યક્ત કરાયો હતો.

  • Ravi Patel, Vadodara

Related posts

આ શું ?! ગઈકાલે ભેંસ બાદ આજે આણંદ નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ : જુઓ વિગત

Charotar Sandesh

વડોદરાના આ જાણીતા ગરબા ગ્રાઉન્ડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટ ફૂંકતી યુવતીનો વિડીયો વાયરલ ! જુઓ Video

Charotar Sandesh

વડોદરામાં ડોર ટુ ડોર સર્વેક્ષણના ૧૪માં રાઉન્ડમાં કોરોનાના લક્ષણોમાં થયો ઘટાડો…

Charotar Sandesh