વડોદરા : વિશ્વના દેશોમાં કહેર વરસાવનાર અદ્રશ્ય કોરોના વાયરસના ગુજરાતમાં પગપેસારા સાથે વડોદરા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કોરોના સામેના જંગ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ સૌને ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે.
જેને ધ્યાને લઈ બિલ ગામમાં સરપંચ જય ભટ્ટ દ્વારા ગ્રામજનોને લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેવી સ્પીકર રેકોર્ડીંગના માધ્યમથી સુચના આપવામાં આવેલ છે, જેમાં જણાવેલ કે, ગામમાં તમામ વ્યક્તિઓએ મોઢા ઉપર ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તેમજ ગામમાં બહારની વ્યક્તિઓ, સગા-સંબંધીઓને લોકડાઉન દરમ્યાન પ્રવેશવા દેવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. અને જો લોકડાઉનના કાયદાનો ભંગ કરાશે તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જેથી આ કોરોના સામેના જંગમાં સાથ-સહકાર આપવા માટે અપીલ કરવામાં આવેલ છે.
- Ravi Patel, Vadodara