Charotar Sandesh
વર્લ્ડ

વધતી બેરોજગારીના કારણે ટ્રમ્પ એચ-1B વીઝા કરી શકે છે સસ્પેન્ડ…

કોરોના મહામારી વચ્ચે ભારતીયો માટે ખરાબ સમાચાર…

USA : અમેરિકામાં કોવિડ-૧૯ની મહામારીમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોકરી માટે અપાતા ઘણા વિઝા પ્રોગ્રામ્સ સસ્પેન્ડ કરવાનું વિચારી રહ્યા છે. તેમાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ તરફથી સૌથી વધારે એપ્લાય કરાતા એચ-૧બી વિઝા પણ સામેલ છે.

વોટ સ્ટ્રીટ જર્નલે ટ્રમ્પ પ્રશાસનના કેટલાક અધિકારીઓના નામ જાહેર કર્યા વિના કહ્યું કે, વિઝા પ્રોગ્રામ સસ્પેન્ડ કરવાનો આ પ્રસ્તાવ ૧લી એક્ટોબરથી શરૂ થનારા સરકારના નવા નાણાંકીય વર્ષથી લાગુ કરી શકાય છે. આ દરમિયાન નવા વિઝા જાહેર કરી શકાય છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે, આ નવા નિર્ણયથી દેશની બહારથી આવનારા નવા ૐ-૧બી વિઝાધારકો પર પ્રતિબંધ લાગી જશે. જોકે હાલમાં આ પ્રોગ્રામ અંતર્ગત પહેલાથી જ અમેરિકામાં નોકરી કરનારા લોકો પર કોઈ અસર થવાની સંભાવના નથી. જોકે વ્હાઈટ હાઉસ તરફથી કહેવાયું છે કે આ સંબંધમાં હજુ અંતિમ નિર્ણય નથી લેવાયો અને હજુ પ્રશાસન ઘણા મુદ્દાઓ પર વિચાર કરી રહ્યું છે.

વ્હાઈટ હાઉસના પ્રવક્તા હોગન ગિડલીએ કહ્યું, હજુ પ્રશાસન કરિયર એક્સપટ્‌ર્સ સાથે વાતચીત કરીને ઘણાબધા ઓપ્શન પર વિચાર કરી રહ્યું છે, જેથી અમેરિકન વર્કર્સ અને નોકરી શોધી રહેલા લોકોના હિતોની રક્ષા કરી શકાય. જોકે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ઉલ્લેખનીય છે કે એચ-૧બી પ્રોગ્રામ માટે સૌથી વધારે ભારતીય ટેક પ્રોફેશલ્સ એપ્લાય કરે છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી અમેરિકામાં નોકરી કરવાનું સપનું જોઈ રહેલા હજારો ભારતીયોના હાથમાંથી આ તક છૂટી જશે. પહેલાથી જ મોટી સંખ્યામાં અમેરિકામાં આ પ્રોગ્રામ હેઠળ કામ કરનારા ભારતીયોની નોકરી કોરોના વાયરસની મહામારીના કારણે છૂટી ગઈ છે.

  • Naren Patel

Related posts

ભારતીય કૂળની સાબ્રિના સિંઘ કમલા હેરિસની સહાયક પ્રેસ સેક્રેટરી તરીકે પસંદગી…

Charotar Sandesh

બ્રાઝિલને કોરોના વેક્સિનની જરૂર નથી : રાષ્ટ્રપતિ બોલસોનારો

Charotar Sandesh

7 ભારતીય દવા કંપનીઓ સામે USમાં કેસનો મામલો, થઈ શકે અધધધ દંડ…

Charotar Sandesh