મુંબઈ : વરુણ ધવનની ફિલ્મ ‘મિસ્ટર લેલે’ હાલ હોલ્ડ પર રાખવામાં આવી છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં વરુણ અને જાહન્વી કપૂર હતા. બંને હાલ તેની બીજી ફિલ્મોમાં વ્યસ્ત છે અને તારીખનું સેટિંગ ન થવાના કારણે આ ફિલ્મનું શૂટિંગ મુલતવી રાખવામાં આવ્યું છે. ડિરેક્ટર શશાંક ખૈતાને આ અંગે જાણકારી આપતા ટ્વીટ કર્યું હતું કે, ‘મિસ્ટર લેલેમાં અપડેટ છે. મેં, કરણ અને વરુણે સાથે મળીને ફિલ્મના શૂટિંગને પોસ્ટપોન કરવાનું નક્કી કર્યું છે. આ સ્ક્રિપ્ટ અમને બધાને ગમે છે અને અમે ફરી આના પાર ચોક્કસ કામ કરશું. પરંતુ ફિલ્મના શૂટિંગ માટે શેડયૂઅલ બનાવવું ઘણું અઘરું હતું કારણકે ફિલ્મની કાસ્ટ પાસે સમય નથી.’
વધુમાં તેમણે લખ્યું હતું કે, ‘મને ખાતરી છે કે હું અને વરુણ ટૂંક સમયમાં સાથે ફરીવાર કામ કરશું એ પછી મિસ્ટર લેલે અથવા બીજું કંઈક નવું હોઈ શકે છે. તેની સાથે કામ કરવાની અલગ જ મજા છે અને તે મારી જિંદગીનો સારો અનુભવ હોય છે.’