હું ભાજપને હરાવીશ : દીપક શ્રીવાસ્તવ
વડોદરા : ભાજપના ટિકિટ આપવાના કડક નિયમો સામે વડોદરામાં ધારસભ્ય મધુશ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે ખુલ્લો બળવો કરી દીધો. દીપકે ભાજપને હરાવવાનો હુંકાર પણ ફેંકી દીધો. તે સાથે માં સવારે ૧૧-૧૫ કલાકે વોર્ડ નંબર ૧૫માંથી અપક્ષ ઉમેદવારી માટે પણ સમર્થકો સાથે પહોંચી ગયા હતા. મધુશ્રીવાસ્તવને પાછલા બારણે પુત્રને ટિકિટ મળવાની સંભવના હતી. પરંતું છેલ્લે સુધી પક્ષ તરફથી રિસ્પોન્સ ન મળતા દીપકે અપક્ષ તરીકે લડવાની જાહેરાત કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે નારાજગી વ્યક્ત કરી હતી. દીપકે હુંકાર કર્યો કે, હું ભાજપને હરાવીશ અને હું જ જીતીશ. વાઘોડિયાના ઘારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભરી ભાજપ હાઈકમાન્ડને લીધો પડકાર ફેંક્યો છે.
દીપક શ્રીવાસ્તવે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૨૦૧૫માં વોર્ડ નંબર ૧૫માંથી ભાજપની ટિકિટ પરથી જીત મેળવી હતી પણ ભાજપના નવા નિયમ પ્રમાણે પિતા પાસે પક્ષની જવાબદારી હોવાથી ટિકિટ નહીં મળે.
ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ પુત્રનું પત્તુ કપાતાં નારાજ છે. છતાં તેમણે જણાવ્યું હતું કે પક્ષની યાદીમાં નામ ન હોવા છતાં પણ દીપક ભાજપ તરફથી ફોર્મ ભરશે. દીપકના સ્થાને ઉતારેલો ઉમેદવાર ૩૦૨નો આરોપી હોવાનો આક્ષેપ તેમણે લગાવ્યો છે. પુત્ર દીપક કાર્યદક્ષ હોવા છતા તેને ટિકિટ ન અપાતા પોતે નારાજ હોવાનું તેમણે જણાવ્યું.