Charotar Sandesh
ઈન્ડિયા

વાયુસેના બે મોરચે યુદ્ધ કરવા તૈયાર : એરચીફનો હૂંકાર…

સરહદે તણાવ વચ્ચે ભદૌરિયાએ ચીનને આડકતરી રીતે ચેતવણી આપી…
લદાખમાં સ્થિતિ મજબૂત છે અને ચીનને સારી રીતે જવાબ આપી શકીએ છીએ, અમે કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ છીએ, અમારી સેના દરેક મોરચે દુશ્મનો પર ભારે સાબિત થશે…

ન્યુ દિલ્હી : ભારત અને ચીનની વચ્ચે છેલ્લાં કેટલાંય મહિનાઓથી તણાવ ચરમ પર છે. લદ્દાખ સરહદ પર તણાવની વચ્ચે એર ચીફ માર્શલ આર.કે.ભદૌરિયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે વાયુસેના બંને મોરચે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે એરફોર્સ કોઇપણ પડકારોનો જડબાતોડ જવાબ આપવાની સાથે જીત પ્રાપ્ત કરવા માટે દરેક સમયે તૈયાર રહે છે. એર ચીફે કહ્યું કે વાયુસેના ચીનની કોઇપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન અને પાકિસ્તાનની તરફથી જે તણાવની સ્થિતિ બની રહી છે તેના પર ભારત જવાબ આપવા દરેક રીતે તૈયાર છે.
વાયુસેના ચીફે કહ્યું કે રાફેલના આવવાથી વાયુસેનાની તાકાત વધી છે અને તે આવનારા દિવસોમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકીશું. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.
એરફોર્સ ચીફે કહ્યું કે રાફેલના આગમનથી એરફોર્સની તાકાતમાં વધારો થયો છે અને તે આપણને વધુ મજબૂત બનાવશે. તેની સાથે અમે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકશે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.
આર.કે.એસ. ભદૌરીયાએ કહ્યું કે વાયુસેના ભારત અને ચીનની સાથે બંને મોરચા પર એક સાથે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે ચીનની હરકત અંગે મે મહિનામાં જ ખબર પડી ગઇ હતી, ત્યારથી ભારતીય સેના અને વાયુસેનાની તરફથી એકશન લેવાયા.
વાયુસેનાના વડાએ કહ્યું કે વાયુસેના ઇસ્ટર્ન ફ્રન્ટ માટે તૈયાર છે અને ત્યાં કોઈ સવાલ જ નથી કે ચીન આપણા કરતા સારી સ્થિતિમાં હોય. સમયની સાથે વાયુસેનાએ ઝડપી ફેરફારો કર્યા છે અને હવે ઘણી બધી ખામીઓ દૂર કરી લીધી છે.
એરફોર્સના વડાએ કહ્યું કે અમે સરહદના દરેક મહત્વના ભાગ પર આપણી હાજરી વધારી દીધી છે, લદ્દાખ તેનો એક ભાગ છે. આવી સ્થિતિમાં દેશને વિશ્વાસ હોવો જોઇએ કે તેમની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે.

Related posts

બિહારની ચૂંટણી નિર્ધારિત સમયે જ યોજાશેઃ ચૂંટણી પંચનો મોટો નિર્ણય…

Charotar Sandesh

ભારતમાં લોકશાહી રીતે ચૂંટાયેલા મોદી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે…

Charotar Sandesh

રવિવારથી બદલી જશે બેન્કીંગ, ટ્રાફિક અને ટેકસના નિયમો…

Charotar Sandesh