Charotar Sandesh
ગુજરાત

વિકાસના બણગા ફૂંકતુ ગુજરાત દીકરીના જન્મદરમાં સાવ પાછળ ધકેલાયું…

રાજકોટ : ગુજરાતમાં બેટી બચાવો અને બેટી પઢાવો યોજનાની સફળતા બંડ પોકારીને કહેવામાં આવે છે. તેના ગુનગાન ગવાય છે. પણ લાગે છે કે તેની અસર થઈ નથી. લોકોમાં હવે જાગૃતિ આવી નથી. ગુજરાતની બેટી બચાવોની માત્ર વાતો થાય છે, પણ લોકો હજી પણ દીકરીઓનું મહત્વ સમજતા નથી. જન્મ સમયે સેક્સ રેશિયો એટલે કે જાતિય રેશિયોમાં ગુજરાત એકદમ પાછળ છે. દેશમા આ મામલે ગુજરાત છેક ૧૮ મા સ્થાને ધકેલાયું છે.
ગુજરાતનાં ૧૦૦૦ દીકરાઓ સામે દીકરીઓનું પ્રમાણ ૯૦૧ છે. જે બતાવે છે કે ગુજરાતના અવેરનેસના નામે મીંડુ છે. આ મામલે ૧૭ રાજ્યો આપણા કરતા આગળ નીકળી ગયા છે. ગુજરાતમાં અનેક જાતિઓ દીકરીઓના જન્મને વધારવા માટે પ્રોત્સાહન આપે છે, પરંતુ તેમ છતા તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. જોકે, ૨૦૧૭ થી ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે, પણ આ સુધારો બહુ જ ધીમી ગતિનો છે. જાતિ રેશિયોના મામલે ગુજરાત હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતા પણ પાછળ છે. આ બંને રાજ્યો ગર્ભપાત માટે કુખ્યાત છે, છતા દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ આ રાજ્યોમાં વધુ છે.

ગુજરાત વિકાસમાં આગળ છે. અનેક મામલે આગળ છે. પરંતુ સેક્સ રેશિયોમા એકદમ પાછળ છે. આંકડા પર નજર કરીએ તો, દિલ્હી, ઉત્તરાખંડ, કેરળ, તેલંગણા, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, આસામ રાજ્યો પણ ગુજરાત કરતા આગળ છે.

Related posts

દિવાળીના દિવસે જ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના…

Charotar Sandesh

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીએ ૨૮ ફૂટની સપાટી વટાવી, ૧ હજાર લોકોનું સ્થળાંતર…

Charotar Sandesh

રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં વધારો : આગામી અઠવાડિયામાં ચમકારો અનુભવાશે

Charotar Sandesh