નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી ક્રિકેટના મેદાન પરથી દુર છે, હવે ફરીથી મેદાન પર વાપસી કરવા માટે બૉલિંગ કૉચે વિરાટ એન્ડ કંપનીને મોટો આદેશ આપી દીધો છે. બૉલિંગ કૉચે વિરાટ એન્ડ કંપનીને ૬-૮ અઠવાડિયા સુધીની ટ્રેનિંગ કરવાનો આદેશ આપ્યો છે. એટલે કે જે ખેલાડીને મેદાન પર વાપસી કરવી હશે તેને પહેલા ટ્રેનિંગ કેમ્પમાં પરસેવો પાડવો પડશે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે તમામ ખેલાડીઓ ટ્રેનિંગ નથી કરી શક્યા, દરેક પોતપોતના ઘરમાં કેદ છે, અને આઇપીએલ રદ્દ થવાથી ક્રિકેટરોને મોટુ નુકશાન પણ થયુ છે.આ બધાની વચ્ચે ટીમ ઇન્ડિયાના બૉલિંગ કૉચે ભરત અરુણે કહ્યું છે કે, ઘરમાં બેસીને કંઇજ ના કરવુ કોઇપણ ખેલાડી માટે ખુબ મુશ્કેલ બની શકે છે. આવામાં તમે તમારી એનર્જીનો યોગ્ય ઉપયોગ નથી કરી શકતા. આવામાં આ એક ચેલેન્જ જ છે જેને બધા લોકો અપનાવી રહ્યાં છે.
ટીમ મેનેજમેન્ટે એવા ખેલાડીઓની યાદી તૈયાર કરી છે, જેમને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે ૬ થી ૮ અઠવાડિયાનો સમય લાગી શકે છે. અરુણે એ પણ જણાવ્યુ કે તે ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીની સાથે સતત સંપર્કમા છે, શમી ટીમ ઇન્ડિયાના દરેક ફોર્મેટમાં સામેલ છે. અરુણે કહ્યું કે તે હંમેશા મને વીડિયો મોકલતો રહે છે, અને તેને હંમેશા હું આત્મવિશ્વાસ અપાવુ છું, હું તેને પ્રેક્ટિસ કરતો રહેવાનુ કહું છુ.