એટલાન્ટાના પોલીસ ચીફે રાજીનામું આપ્યું…
USA : અમેરિકામાં જોર્જ ફ્લોડયની પોલીસ કસ્ટડીમાં મોત બાદ સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોની વચ્ચે વધુ એક અશ્વેતની ગોળી મારીને હત્યા કરવાની ઘટના સામે આવી છે.
અમેરિકાના એટલાન્ટામાં એક પોલીસ અધિકારીએ એક અશ્વેત વ્યક્તિની ધરપકડ કરવાના પ્રયાસ દરમિયાન ગોળી મારી દીધી હતી. જેના વિરોધમાં એટલાન્ટામાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. એટલાન્ટામા પોલીસ ચીફે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એટલાન્ટાના મેયરે આ જાણકારી આપી છે.
એટલાન્ટામાં માર્યા ગયેલા શખ્સની ઓળખ રેશોર્ડ બ્રૂક્સ તરીકે થઈ છે. રિપોર્ટ મુજબ, બ્રૂક્સ એક રેસ્ટોરન્ટની બહાર કામ ઊંઘી રહ્યો હતો, રેસ્ટોરન્ટના કર્મચારીઓને પોલીસને ફરિયાદ કરી હતી કે તેને કારણે અન્ય ગ્રાહકોની મુશ્કેલી પડી રહી છે.
જ્યોર્જિયા બ્યૂરો ઓફ ઈનવેસ્ટિગેશન ડિરેક્ટર રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, સિક્યોરિટી કેમેરામાં જોઈ શકાય છે કે રેશોર્ડ બ્રૂક્સ એટલાન્ટા પોલીસથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે પોલીસ અધિકારીની લેઝર ગની પણ છીનવી લીધી હતી. ઝપાઝપી દરમિયાન પોલીસ અધિકારીએ તેના પર ફાયરિંગ કરી દીધું હતું.
- Nilesh Patel