અમેરિકાના કેટલાક રાજ્યોએ ઢીલ મૂકી : પાક.માં મસ્જિદમાં નમાજની છૂટ: ફ્રાંસ, બ્રિટન છૂટ નહીં આપે, પણ જર્મની, સ્પેન ઓસ્ટ્રિયામાં આંશિક મુક્તિ…
નવી દિલ્હી : ભારતમાં 21 દિવસનો લોકડાઉન વધુ 18 દિવસ લંબાવાયો છે, પણ આજથી કેટલાક આર્થિક ક્ષેત્રો, ઉદ્યોગોને કેટલીક શરતો સાથે કામકાજ કરવા મંજૂરી અપાઈ છે. વિશ્વના અન્ય દેશોમાં પણ ઘરે પૂરાઈ રહેલાં લોકો છૂટ આપવા તેમની સરકારો પર દબાણ લાવી રહ્યા છે. અર્થતંત્ર પડી ભાંગવાની ચિંતાએ કેટલાક શાસકોને મજબૂરી છતાં મૂક્તિ આપવી જોઇએ.
અમેરિકા, યુરોપ અને આફ્રિકાનાં કેટલાક દેશોમાં કોરોનાનાં કેસો સતત વધી રહ્યા છે. પ્રમુખ ટ્રમ્પના સમર્થકોએ શુક્રવારે કેટલાય રાજ્યોમાં દેખાવ કરી લોકડાઉનનો ક્રમશ: અંત લાવવા માગણી કરી છે. પ્રમુખ ટ્રમ્પે લોકડાઉન વિષેનો નિર્ણય રાજ્યો પર છોડયો છે. ટેક્સાસ, મોરાના જેવા કેટલાક રાજ્યોમાં ચાલુ મહિનામાં જ પ્રતિબંધો હળવા કરવામાં આવશે.
સ્પેનના વડાપ્રધાન સાન્વેઝેએ લોકડાઉન 9 મે સુધી લંબાવવા જાહેરાત કરી છે જો કે તેમણે બાળકો માટે કેટલીક છૂટછાટ આપી છે. એ મુજબ 27 એપ્રિલ પછી બાળકો ફરી શેરીઓમાં નીકળી શકશે.
બીજી બાજુ,પાકિસ્તાનના મુસ્લિમો સામે ઇમરાન સરકારને ઝુકવું પડયું છે. લોકડાઉનનાઅમલ છતાં મસ્જિદમાં નમાઝ અદા કરવા પરવાનગી આપવામાં આવી હતી. સરકારે આ માટે સામાજિક દૂરી જાળવવા માર્ગદર્શિકા જાહેર કરી હતી, પણ માણસોએ એના ધજિયા ઉડાવ્યા હતા.
બ્રાઝિલમાં પણ લોકડાઉન સામે રિયો-ડી-જાનેરિયા સહિત કેટલાય શહેરોમાં સેંકડો લોકોએ દેખાવો કર્યા હતાં. એ પછી પ્રમુખ જેઅર બોલસોનારોએ જણાવ્યું હતું કે, તે ઉરુગ્વે સાથેની સરહદો ખોલી રહ્યા છે.