Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વના ચોથા સૌથી ધનિક ગેટ્સે અમેરિકાનાં ૧૮ રાજ્યોમાં ખરીદી ૨.૪૨ લાખ એકર જમીન…

અમેરિકાના સૌથી મોટા ખેડૂત બની ગયા…

USA : માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પાયા પર ખેતીની જમીન ખરીદી છે. ડેલી મેલના રિપોટ્ર્સ પ્રમાણે હવે બિલ ગેટ્સ અમેરિકાના ૧૮ રાજ્યોમાં કુલ ૨ લાખ ૪૨ હજાર એકર ખેતીની જમીનના માલિક થઈ ગયા છે. આટલી વધુ જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઈ ગયા છે.
પરંતુ બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યું નથી. પરંતુ તમામ પ્રકારની કુલ ૨,૬૮,૯૮૪ એકર જમીનના તેઓ માલિક બની ચુક્યા છે. આ જમીન અમેરિકાના ૧૯ રાજ્યોમાં સ્થિત છે. તેમાં એરિઝોના સ્થિત જમીન પણ સામેલ છે જેના પર સ્માર્ટ સિટી વસાવવાની યોજના છે.
૬૫ વર્ષના બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં ૬૯ હજાર એકર, અર્કસસમાં આશરે ૪૮ હજાર એકર, એરિઝોનામાં ૨૫ હજાર ખેતી યોગ્ય જમીન ખરીદી છે. અત્યાર સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિલ ગેટ્સે કેમ ખેતી માટે વધુ જમીન ખરીદી છે. આ જમીન સાથે જોડાયેલી જાણકારી જાહેર કરવામાં આવી નથી.
બિલ ગેટ્સે આ જમીન સીધી રીતે, સાથે પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ટિટી કાસ્કેડ ઇન્વેસમેન્ટ દ્વારા ખરીદી છે. રિપોટ્ર્સ પ્રમાણે બિલ ગેટ્સે ૨૦૧૮માં પોતાના ગૃહ રાજ્ય વોશિંગટનમાં ૧૬ હજાર એકર જમીન ખરીદી હતી. તેમાં હોર્સ હૈવેન હિલ્સ ક્ષેત્રની ૧૪,૫૦૦ એકર જમીન પણ સામેલ છે, જે તેમણે ૧૨૫૧ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ તે વર્ષે અમેરિકામાં સૌથી ઊંચા ભાવે ખરીદવામાં આવેલી જમીન હતી. કાસ્કેટ ઇન્વેસ્ટમેન્ટે જમીન ખરીદી પર વધુ જાણકારી આપી નથી, પરંતુ એટલું કહ્યું કે કંપની સસ્ટેનેબલ ફાર્મિંગને ખુબ મદદ કરે છે.

  • Naren Patel

Related posts

કેટલો સારો છે દિવાળીનો તહેવાર : ઓસ્‍ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ હિંદીમા બોલીને આપ્‍યા અભિનંદન…

Charotar Sandesh

કાશ્મીરની હલચલથી પાકિસ્તાન ભયગ્રસ્ત, ઈમરાન ખાને ટ્રમ્પની મદદ માંગી…

Charotar Sandesh

કેનેડામાં અંધાધૂંધ ગોળીબાર : હુમલાખોરે પોલીસ યૂનિફોર્મ પહેરી 13 લોકોની ગોળી મારી હત્યા કરી…

Charotar Sandesh