USA : સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ સતત વધી જ રહ્યા છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે વિશ્વમાં કોરોનાથી સંક્રમિત હોય તેવા લોકોની સંખ્યા ૧.૧૩ કરોડને પાર કરી ગઈ છે. ત્યારે બીજી બાજુ વિશ્વમાં કોરોનાના ફેલાવાને લઈ ચીન વિશ્વના તમામ દેશોના નિશાના પર છે. આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીથી પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ટોચ પર છે. છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં દરરોજ ૫૦,૦૦૦ કરતા પણ વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીનને નિશાન પર લેતા જણાવ્યું કે અમે ગાઉન, માસ્ક અને સર્જિકલ ઉપકરણોનું ઉત્પાદન કરી રહ્યા છીએ. તેને વિશેષ રૂપથી વિદેશી ભૂમિમાં બનાવવામાં આવ્યું હતું.
મુશ્કેલી એ છે કે વિશેષ રૂપથી ચીનમાંથી જ્યાંથી આ વાયરસ અને અન્ય બીમારીઓ ફેલાઈ હતી. ચીનની ગોપનીયતા જાળવવાની, છળ અને ઢાંકપિછોડો કરવાની વિચારસરણીએ મહામારીને સમગ્ર વિશ્વમાં ફેલાવા દીધી. ટ્રમ્પના કહેવા પ્રમાણે મહામારીના ફેલાવા માટે ચીનને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવું જોઈએ અને તેણે જવાબદારી લેવી જ પડશે.
- Naren Patel