અમેરિકામાં ૨૪ કલાકમાં ૩૦ હજાર કેસ નોંધાયા : સ્પેનમાં એક દિવસમાં ૭૪૩ના મોત…
USA : વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ ૧૩.૫૬ લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં ૭૫ હજાર ૭૬૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૨.૯૦ લાખ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લાખ ૬૭ હજાર ૩૮૫ કેસ નોંધાય છે અને ૧૦ હજાર ૮૭૬ લોકોએ જીવ ગુમાવ્યો છે.
અમેરિકામાં ૨૪ કલાકમાં ૩૦ હજાર કેસ નોંધાયા છે અને ૧૧૫૦ લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન ૧૫ સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી. કોરોનાના સંક્રમણને રોકવા માટે જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ કરાઈ છે. સ્પેનમાં એક દિવસમાં ૭૪૩ લોકોના મોત, આ સાથે અહીં કુલ કેસ ૧.૪૦ લાખ અને મૃત્યુઆંક ૧૩૭૯૮ નોંધાયા છે.
અમેરિકામાં મોતનો આંકડો ૧૦ હજારને પાર..
ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો ૧૦ હજારને પાર થઈ ગયો છે. સૌથી વધારે પ્રભાવિત ન્યૂયોર્કમાં માત્ર પાંચ હજાર લોકોના મોત થયા છે. તેમાંથી અડધા તો ન્યૂયોર્ક સિટીમાં લોકો મર્યા છે.અમેરિકાએ એશિયાના દેશોમાં ફસાયેલા તેના ૨૯ હજાર નાગરિકોને ખાસ વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે. માત્ર ભારતમાં ૧૩૦૦ અમેરિકન હતા.
- Nilesh Patel