Charotar Sandesh
વર્લ્ડ

વિશ્વભરમાં કોરોનાનો આતંક : મૃત્યુઆંક ૮,૦૦૦ને પાર…

અમેરિકામાં વાયરસથી ૧૦૦થી વધુના મોત, બેરોજદારી દર વધવાની શક્યતા…

૧૬૫ દેશોમાં ઇન્ફેક્શનના ૧.૯૮ લાખ કેસ, ઇટાલીમાં ૧ દિવસમાં ૩૬૮ના મોત, ઈઝરાયલમાં સેના કમાન સંભાળશે…

પાકિસ્તાનમાં કુલ ૨૩૭ કેસ,અત્યાર સુધી બે લોકોના મોત…

વૉશિંગ્ટન : દુનિયામાં કોરોના વાઈરસથી ઈન્ફેક્ટેડ લોકોની સંખ્યા બુધવાર સવાર સુધી ૧,૯૮,૨૪૧ થઈ ગઈ છે. ૧૬૫ દેશ કોરોના વાઈરસથી પ્રભાવિત છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ૮,૦૦૦ થઈ ગઈ છે. ૮૧,૭૪૩ લોકોને ઈન્ફેક્શન થયા પછી તેઓ સાજા થઈ ગયા છે. હવાઈ ટાપુએ પર્યટકોને હાલ ન આવવાની ભલામણ કરી છે. ઈઝરાયલ સેનાને સ્થિતિ સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં બુધવાર સુધી ૧૯૫૦ કેસ સામે આવ્યા છે અને ૭૧ લોકોના મોત થયા છે.
લોસ એન્જિલસની હોસ્પિટલોમાં બ્લડની અછત સર્જાવા લાગી છે. કોરોનાના કારણે બ્લેડ ડોનેશનમાં પણ ઘટાડો આવ્યો છે. ઈઝરાયલમાં ઈન્ફેક્શન રોકવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ સૈન્ય ભરતી પ્રક્રિયા સ્થગીત કરવામાં આવી નથી.
– અમેરિકાના દરેક ૫૦ રાજ્યો કોરોના વાઈરસની ઝપટમાં આવી ગયા છે. બુધવારે અમેરિકામાં કોરોનાના કારણે મોતનો આંકડો ૧૦૫ થઈ ગયો છે. વોશિંગ્ટનમાં કોરોનાના કારણે ૫૦ લોકોના મોત થયા છે, જ્યારે ન્યૂયોર્કમાં ૧૨ અને કેલિફોર્નિયામાં ૧૧ લોકોના મોત થયા છે.
અમેરિકામાં મંગળવારે રાતે કોરોના વાઈરસની અર્થવ્યવસ્થા પર અસર વિશે મીટિંગ થઈ હતી. નાણા મંત્રી સ્ટીવન નૂચિને રિપબ્લિકન સીનેટર્સને જણાવ્યું છે કે, ઈન્ફેક્શનની અસર આ રીતે વધતી જશે તો અમેરિકાની અર્થવ્યવસ્થાની સ્થિતિ ૨૦૦૮ની આર્થિક મંદી કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. નૂચિને ચેતવણી આપી છે કે કોરોનાના કારણે બેરોજગારી દર ૨૦ ટકા સુધી થઈ શકે છે.
– પાકિસ્તાનમાં બુધવાર સવાર સુધી કોરોના ઈન્ફેક્શનના કુલ કેસ ૨૩૭ થઈ ગયા છે. અત્યાર સુધી ૨ લોકોના મોત થયા છે. મુશ્કેલીની વાત એ છે કે, શંકાસ્પદ દર્દીઓને ક્વારૈંટાઈન અથવા આઈસોલેટ કરવાની કોઈ વ્યવસ્થા નથી.
– ટાઈમ્સ ઓફ ઈઝરાયલના જણાવ્યા પ્રમાણે, ઈઝરાયલ સેના ટૂંક સમયમાં જ દેશમાં મેડિકલ ટીમને મદદ કરશે. તે માટેની તમામ તૈયારીઓ પણ પૂરી કરી દેવામાં આવી છે. તેના માટે સેનાએ એક આદેશ પણ તૈયાર કરી દીધો છે જે વિશે સરકાર વિચારણાં કરી રહી છે.
– તૂર્કીમાં કોરોનાના કારણે પ્રથમ મોત નોંધાયું છે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કેસ ડબલ થઈને ૯૮એ પહોંચી ગયા છે.

Related posts

કોવિશિલ્ડને બ્રિટને માન્ય રાખ્યું પરંતુ હજુ અન્ય દેશોની યાદીમાંથી ભારત બાકાત

Charotar Sandesh

રસી છતાં ભારતીયોને ૧૦ દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે

Charotar Sandesh

જાસૂસીની આશંકા વચ્ચે અમેરિકાએ હજારો ચીની વિદ્યાર્થીઓના વિઝા રદ્દ કર્યા…

Charotar Sandesh