Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૪-ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી આણંદ દ્વારા સાયકલ રેલી યોજાઇ

આણંદ : ૮ માર્ચ નાં રોજ દર વર્ષે વિશ્વ મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ત્યારે આણંદ જિલ્લામાં ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી, આણંદ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતેથી  ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી, આણંદ દ્વારા આયોજીત  સાયકલ રેલીનો શ્રીમતિ જ્યોત્સનાબેન પટેલ કે જેઓ એક સશક્ત મહિલાની સાથે શ્રી રામકૃષ્ણ મિશનના મેનેજીંગ ટ્રસ્‍ટી પણ છે તેઓએ લીલી ઝંડી ફરકાવીને પ્રારંભ કરાવ્યો હતો.

આ સાયકલ રેલીમાં ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી, આણંદની લગભગ ૧૦૦ જેટલી કેડેટ્સ બહેનોએ ભાગ લીધો   હતો.  આ સાયકલ રેલી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર થી  ઝાયડસ હોસ્પિટલ, ટાઉનહોલ થઈ  શાસ્ત્રી મેદાન ખાતે  પરત ફરી હતી. આમ વિશ્વ મહિલા દિનને મહિલા સશક્તિકરણ કાર્યક્રમ રૂપે ઉજવણી કરીને મહિલા કેડેટસને પ્રોત્‍સાહિત કરવાનો એક સરાહનીય પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગર્લ્સ બટાલિયન એન સી સી આણંદ નાં ઓફિસીયેટિંગ બટાલિયન કમાંડર મેજર કવિતા રામદેવપુત્રાએ કર્યું. આ સાયકલ રેલી માટે ટેકનિકલ સાથ સહકાર આર.કે.સાયકલએ આપ્યો હતો. જયારે આણંદ સાયકલિંગ ક્લબના શ્રી વિરેનભાઈના સાથ અને સહયોગથી  સાકાર થયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન સી,સી. આણંદનો સમગ્ર ઓફિસ સ્ટેટ સ્ટાફ તથા  એ.એન.ઓ.મેજર પ્રતિક્ષા પટેલ, લેફટ.સવિતા યાદવ, લેફટ.કૃતિકા દેવમુરારી,થર્ડ ઓફિસર રેખા મકવાણા, કેરટેકર  જિસલ પરમાર, કેરટેકર ખુશી ગોહેલ,સુબેદાર મેજર પ્રકાશ બિર્જે,સુબેદાર હરિશંકર, સુબેદાર કનુભાઈ ઠાકોર,  તથા સિનિયર જી સી આઇ પન્ના જોષી  અને  મિલેટરી સ્ટાફ એ કેડેટ ને સાયકલ રેલી માટે પ્રોત્સાહિત  કર્યા છે .રેલી પૂર્ણ થયા પછી કમાંડીંગ ઓફિસર દ્વારા કેડેટને મેડલ અર્પણ કરીને બિરદાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા પ્રમાણે દો ગજ  દૂરી અને  માસ્ક સાથે યોજવામાં આવ્‍યો હતો.

Related posts

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપ પક્ષ દ્વારા આણંદ શહેરમાં નિરીક્ષકોની બેેઠકોનો દોર શરૂ…

Charotar Sandesh

ગુજરાત જીપીએસસી પરીક્ષામાં પ્રથમ : આણંદ જિલ્લાના વડોદ ગામનું ગૌરવ…

Charotar Sandesh

દારૂની મહેફીલ સાથે જન્મદિવસ મનાવતા બે વિદ્યાર્થીનીઓ સહિત સાત કોલેજીયનો ઝડપાયા…

Charotar Sandesh