અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે, ત્યારે કોરોનાની સારવાર કરતા વધુ વિવાદમાં આવેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલની આજે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે.
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી, હોસ્પિટલ તંત્રની બેદકારી સહિતના મુદ્દે સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અમદાવાદ સિવિલમાં રખાયેલા સ્વદેશી વેન્ટીલેટર ધમણ-૧ના મામલે પણ તેઓએ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ અને તબીબી સાથે વાતચીત કરી હતી..દર્દીઓ અપાતી સારવાર અંગે નિરીક્ષણ કર્યુ હતુ.