Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

વ્યારા અને ઉમરપાડામાં ૨ ઈંચ વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી…

દક્ષિણ ગુજરાતના ૧૩ તાલુકામાં વરસાદ…
આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી…

સુરત : વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના વ્યારા બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં પણ બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના કૃષિ પાકને જીવતદાન મળ્યું છે તેમજ અન્ય ખેડૂતોને હવે પોતાનો કૃષિ પાક તૈયાર કરવાની તક પણ વરસાદને કારણે મળી છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, વલસાડ, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં હળવો વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના વ્યારામાં બે ઈંચ અને અન્ય ચાર તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય બે તાલુકામાં હળવો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના એક જ વાંસદા તાલુકામાં ૧ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકા કોરાકટ રહ્યા છે. વલસાડ જિલ્લાના ૩ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે.
સાતપુડા પર્વતમાળામાં પડેલા ભારે વરસાદને કારણે કુકરમુંડા તાલુકાના અનેક ખાડીઓ પાણીથી છલકાયને વહેતી થઈ હતી.આ વરસાદી પાણી સાતપુડા પર્વતમાળાથી મહારાષ્ટ્રના વાણ્યાવિહિર અને અક્કલકુવા ગામથી થઈને કુકરમુંડા તાલુકાના કેવડામોઇ ,પાણીબારા , બાલંબા અને ચોખીઆમલી ગામની ખાડીમાં આવી પહોંચ્યું હતું. કેવડામોઈ ગામનું કોઝવે છલકાઈ જતાં અવર જવર અર્ધા કલાક માટે થંભી ગયું હતું. કેવડમોઈ ગામના લોકો પરથી જાણવા મળ્યું કે, કુકરમુંડા તાલુકાના વિસ્તારમાં વરસાદનું એક ટીપુ પાણી પડ્યું નથી તેમ છતાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

Related posts

રત્નકલાકારોને કોરોના માટે માટે જવાબદાર ઠેરવાતા રોષ, ધરણા પહેલાં ધરપકડ…

Charotar Sandesh

સુરત અગ્નિકાંડ : ફાયર બ્રિગેડની બેદરકારથી વધ્યો મૃત્યુઆંકઃ કલાસના સંચાલક સામે ગુન્હો

Charotar Sandesh

સચિન-હજીરા વચ્ચે ડમ્પર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, બંનેના ક્લીનર ઈજાગ્રસ્ત

Charotar Sandesh