Charotar Sandesh
ગુજરાત

શંકરસિંહની ઘરવાપસી વિષે કશું કહી ન શકાય, હાઈકમાન્ડ નિર્ણય કરશે : ગુજરાત કોંગ્રેસ

ગાંધીનગર : રાજ્યના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસ વાપસીને લઇને પ્રવક્તા જયરાજસિંહે નિવેદન આપતાં જણાવ્યું કે બાપુને કોંગ્રેસમાં લેવા કે કેમ તે નિર્ણય હાઇકમાન્ડ લેશે. પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહે બાપુને લઇને કહ્યું કે અમને જ્યારે હાઇકમાન્ડ કહશે ત્યારે અમે શંકરસિંહ વાઘેલાને વધાવીશું. શંકરસિંહ વાઘેલાએ જ્યારે પક્ષ છોડયો ત્યારે કાર્યકરોને દુખ થયું હતું. જયરાજસિંહે જણાવ્યું કે હજુ સુધી બાપુની કોંગ્રેસમાં ઘરવાપસીને અંગે હજુ સુધી શંકરસિંહ બાપુ તરફથી પણ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી જેને લઇને હાલ કોઇ પ્રતિક્રિયા આપી શકાય નહીં. પરંતુ જો હાઇકમાન્ડ તરફથી કોઇ નિર્ણય લેવામાં આવશે તો અમે તેને ચોક્કસ માનીશું.
શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને પ્રપોઝલ મોકલી હોય તો તે માત્ર ને માત્ર બાપુ જ બતાવી શકે તેમ જયરાજસિંહે જણાવ્યું હતું. શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવાના પ્રયત્ન પછી પાર્ટીની થોભો અને રાહ જૂઓની નીતિ ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસ દિલ્લી હાઈકમાન્ડની સલાહ લઈ રહી છે. શંકરસિંહ વાઘેલા વિશે સલાહ લેવા રાહુલ ગાંધીનો ગુજરાત કોંગ્રેસે સમય માગ્યો છે. દિલ્લીથી ઈશારો થશે તો જ શંકરસિંહની કોંગ્રેસમાં એન્ટ્રી થશે. હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહને મધ્યસ્થી રાખીને શંકરસિંહ વાઘેલાના પ્રયત્નો હાલ ચાલુ છે.
ગુજરાત કોંગ્રેસના ૨ મોટા નેતાઓ શંકરસિંહની કોંગ્રેસમાં એન્ટ્રીનો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાઈ ગયા છે ત્યારે રાજ્યમાં રાજકારણના સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે. દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ગમે તે ઘડીએ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવા સમાચાર આવી રહ્યાં છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. જેમાં રાજ્યના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ગમે તે સમયે કોંગ્રેસમાં ફરી જોડાય તેવી શક્યતા છે.

Related posts

ગુજરાતમાં ભડકે બળ્યા CNGના ભાવ : છેલ્લા એક વર્ષમાં ૩૩ રૂપિયાનો ભાવવધારો થયો છે

Charotar Sandesh

મહિસાગરમાં વધુ એક દુષ્કર્મનો કેસ આવ્યો સામે, કાકીનું સંડોવણી ખુલી…

Charotar Sandesh

હવે તો ખમૈયા કરો… સર્વત્ર પ્રાર્થના : કપાસ, તલ, મગફળીનો પાક બગડવાની સ્થિતિ…

Charotar Sandesh