Charotar Sandesh
ગુજરાત

શરતો સાથે શરુ કરાઈ રાજ્યની તમામ RTO કચેરીઓ, સોશિયલ ડિસ્ટન્સ જળવાયું…

ગાંધીનગર : અનલોક ૧માં સરકારે અનેક ઉદ્યોગો તથા સેવાઓને છૂટ આપી દિધી છે. ત્યારે આજથી (૦૪ જૂને) રાજ્યભરના RTO શરૂ થવાના છે. જેમાં અમદાવાદ સહિત ગુજરાતની આરટીઓ કચેરીઓ તારીખ ૪ જૂનથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવી છે, પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે રાજ્યની તમામ આરટીઓમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.લાઇસન્સ સબંધિત કામગીરી માટે ઓન લાઇન એપાઇન્ટમેન્ટ લેનાર અરજદારે ફરજિયાત હાજર રહેવું પડશે. આ સાથે શનિવાર તથા રવિવારે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી ડ્રાઇવિગ ટેસ્ટ આપી શકાશે. કોરોના ભયની વચ્ચે રાજ્યની આરટીઓ કચેરીઓ આજથી સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આરટીઓ કચેરી બહાર સફેદ રંગથી એક મીટરના અંતરે ગોળ સર્કલ બનાવાયા છે. ગોળ સર્કલ બનાવીને લાઇનમાં નંબર પ્રમાણે કામગીરી કરવી તથા આવનારા તમામ અરજદોરો અને કર્મચારીઓએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભૂજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ-રવિવારે પણ હાથ ધરાશે.

આ ઉપરાંત તમામ આરટીઓ કચેરીઓ માટે પણ સરકારે નિયમ જાહેર કર્યાં છે. જેમાં અરજદારોને અપોઈન્ટમેન્ટને લક્ષ્યમાં રાખી દર ૧ મીટરે સર્કલ કરવાના રહેશે, સર્કલમાં અરજદારને લાઈનમાં ઉભા રાખવા જવાનોનો ઉપયોગ કરવાનો રહેશે. સર્કલ માટે અગાઉથી જરૂરિયાત મુજબનો ચોક-ચુનો ખરીદવાનો રહેશે, અરજદારો RTO કચેરીએ આવ ત્યારે સર્કલ તૈયાર હોય.

મુખ્ય પ્રવેશદ્વાર પર અરજદારે પ્રવેશ લીધો હોય ત્યારે અરજદારોની કામગીરીનું માર્ગદર્શન, શાખા, માળ અને ટેબલ મળી રહેત તે સુનિચિત કરવાનું રહેશે. કચેરીના પ્રવેશ વખતે અરજદારનું થર્મલ સ્ક્રિનીંગ કરવાનું રહેશે, અરજદારના શરીરનું ઉષ્ણતામાન જણાય તો કચેરીમાં પ્રવેશ અપાશે નહીં. કોઈ કર્મચારી કે અધિકારી સમક્ષ અરજદાર ઉપસ્થિત થાય ત્યારે એક મીટરની મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. કોઈપણ કર્મચારી જ્યારે અરજદાર સંબંધિત કામગીરી કરતા હોય ત્યારે સેનિટાઈઝ, હેન્ડ ગ્લોવ્ઝ અને માસ્ક સાથે કામગીરી કરે તે ફરજીયાત છે.

અમદાવાદ સહિત રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન અપોઈન્ટમેન્ટ ફરજીયાત કરવામાં આવી છે. આ ઓનલાઈન એપોઈન્ટમેન્ટમાં અરજદારે કચેરી ખાતે ફરજીયાત હાજર રહેવું પડશે. જો અરજદાર જો ગેરહાજર રહેશે તો અરજદારે ફરીવાર અપોઅન્ટમેન્ટ લેવાની રહેશે. ઉપરાંત શિખાઉ લાયસન્સની મુદત પુરી થઇ હોય તેવા કિસ્સામાં તા. ૨૧-૦૩-૨૦૨૦ થી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી જે અરજદારો લાઇસન્સની સમય મર્યાદા પૂર્ણ થયેલ હોય તેવા અરજદારો આગામી તા.૩૧-૦૭-૨૦૨૦ સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે. જેના માટે કોઇ વધારાની ફી અરજદારે ભરવાની રહેશે નહી.

આરટીઓ કચેરીના કર્મચારીઓ પણ ઓને લાઇન એપોઇન્ટમેન્ટ મેળવનારા અરદારાનું કામકાજ ઓછા સમયમાં અને નિયત થયેલી તારીખે પૂર્ણ કરાવું, જેથી અરજદારોને ધક્કા ખાવા ન પડે તેવી પણ વડી કચેરી દ્વારા સૂચના આપવામાં આવી છે.

Related posts

ગુજરાતની નવી સરકાર સામે વિપક્ષ મજબૂત સાબિત : હંગામો સાથે વિધાનસભામાંથી વોકઆઉટ

Charotar Sandesh

ટ્રમ્પની 3 કલાકની મુલાકાત 100 કરોડમાં પડશે : મોટાભાગનો ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે…

Charotar Sandesh

શરદી-ખાંસી કે તાવ હશે તો સુરતમાં નો-એન્ટ્રી…

Charotar Sandesh