Charotar Sandesh
ગુજરાત

શાળા સંચાલકોએ લીધો નિર્ણય : વાલીઓ ૧૦ ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે…

શાળા સંચાલકોએ લીધો મોટો નિર્ણય…

રાજકોટ : રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં ૨૫ ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી. જેના પગલે ૧૦મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો છે. આ પરિપત્ર બાદ પણ વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ફીના મુદ્દે હાલમાં ઘર્ષણ ચાલી રહ્યું છે અને સંખ્યાબંધ વાલીઓ ચાલુ વર્ષે નોકરી-ધંધામાં નુકસાનીના કારણે ફી ન ભરી શકતા સ્કૂલ સંચાલકો સાથે વિવાદની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફરી એકવખત ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ફી મુદ્દે આકરો નિર્ણય લીધો છે. જેમાં ફી ન ભરનાર વાલીઓના સંતાનોને ૧૦ ડિસેમ્બરથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે નહી તેવો નિર્ણય લીધો છે.
રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ૧૦મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલને સર્વાઈવના પ્રશ્નો થતા આ નિર્ણય કરાયાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં મોટાભાગની સ્કૂલો જોડાય તેવી શક્યતા છે.

Related posts

આંગણવાડી-મિની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો…

Charotar Sandesh

ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા રંગો અને પિચકારીનો ધંધો ઠપ્પ : વેપારીઓમાં ચિંતા…

Charotar Sandesh

નર્મદા ડેમના દરવાજા ખોલાતા ૩ જિલ્લાઓને એલર્ટ, ડૂબાડૂબ બ્રિજ પાણીમાં ગરકાવ…

Charotar Sandesh