Charotar Sandesh
બોલિવૂડ

શાહરુખ ખાનને બોલિવૂડમાં ૨૯ વર્ષ પૂરા, અભિનેતાએ કહ્યું – પ્રેમ માટે આભાર…

મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાને ૨૫ જૂન ૧૯૯૨ના રોજ ’દિવાના’ ફિલ્મથી પોતાના સફરની શરૂઆત કરી હતી. ત્યારે શાહરૂખના ફિલ્મી કરિયરને આજે ૨૯ વર્ષ પૂરા થયા છે. શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો, ત્યારથી જ તેણે પોતાની મહેનતને આધારે બધું મેળવ્યું છે. શાહરૂખની ફેન ફોલોઇંગ કેટલી મજબૂત છે, તેનો અંદાજ તેમના જન્મદિવસ પર તેમના બંગલા ’મન્નત’ પર તેમને જોવા માટે દૂર-દૂરથી ચાહકો પરથી લગાવી શકાય છે. આજે તેની પહેલી ફિલ્મ ’દીવાના’ને ૨૯ વર્ષ પૂરા થવા પર શાહરૂખે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે.
શાહરૂખે ટિ્વટર પર પોસ્ટ કરી લખ્યું, કામ કરી રહ્યો છું. મેં જોયું કે તમે મારા પર છેલ્લા ૩૦ વર્ષથી ઘણો પ્રેમ લૂટાવી રહ્યા છો. હમણાં જ સમજાયું કે મેં તમારું મનોરંજન કરવાનો પ્રયાસ કરતાં મારુ અડધાથી વધુ જીવન પસાર કર્યું છે. આવતીકાલે હું થોડો સમય કાઢીને તમારી સાથે વાત કરીશ. આ પ્રેમ માટે આભાર. તેની ખૂબ જ જરૂર હતી. શાહરૂખના આ ટ્વીટ પર તેના ફેન્સ પણ ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ આજે સવારથી ફેન્સ પણ શાહરૂખને અલગ-અલગ હેશટેગ વડે ટ્રેન્ડ કરી રહ્યા છે. ટિ્વટર પર ઈં૨૯યેઅર્સઓફએસઆરકે અને ઈં૨૯યેઅર્સઓફદીવાના ટ્રેન્ડીંગ થઇ રહ્યું છે.
૧૯૯૨ની ફિલ્મ દીવાનામાં શાહરૂખ ખાનની ભૂમિકા ઈન્ટરવલ સુધી નહોતી બતાવવામાં આવી. પરંતુ જ્યારે ફિલ્મનો ઈન્ટરવલ પૂર્ણ થાય છે, ત્યારે શાહરૂખ ખાનની એન્ટ્રી બતાવવામાં આવે છે. શાહરુખ ખાન બાઇક પર સવાર થઈને ’કોઈ ના કોઈ ચાહિયે’ ગીત ગાતા એન્ટ્રી કરે છે અને આખો સિનેમા હોલ સીટીયોથી ગુંજી જાય છે.
શાહરૂખ આ ફિલ્મની સેકન્ડ લીડમાં હતો. આ ફિલ્મમાં રિશી કપૂર મુખ્ય ભૂમિકામાં હતા અને દિવ્યા ભારતી લીડ એક્ટ્રેસ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ શાહરૂખે બધાની લાઈમલાઈટ મેળવી લીધી હતી. શાહરૂખ ખાને આ ફિલ્મ માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ પણ જીત્યો હતો. દિવાના ફિલ્મનું નિર્દેશન રાજ કંવર દ્વારા કરાયું હતું.

Related posts

ઉર્વશી રૌતેલાનું ફેસબુક એકાઉન્ટ થયું હેક, સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી…

Charotar Sandesh

મહારાષ્ટ્રમાં જે થયું તેવું તો ફિલ્મોમાં પણ નથી થતુંઃ અર્જુન રામપાલ

Charotar Sandesh

કોરોના સામે લડનાર ડૉક્ટરો પર હુમલા કરનાર દેશના ગુનેગારઃ અજય દેવગન

Charotar Sandesh