Charotar Sandesh
બોલિવૂડ

શાહરૂખ ખાને ૨૫,૦૦૦ PPF કિટ્‌સ મહારાષ્ટ્ર મેડિકલ ટીમ્સને આપી…

મુંબઈ : મહામારી કોરોના વાઇરસ સામેની જંગમાં મદદ માટે શાહરુખ ખાન ફરીવાર આગળ આવ્યો છે. પીએમ રિલીફ ફંડ અને વિવિધ સીએમ રિલીફ ફંડમાં ફાળો આપ્યો, તેની ૪ માળની પર્સનલ ઓફિસ સ્પેસ ક્વોરન્ટીન સુવિધા માટે સરકારને આપ્યા બાદ શાહરુખ ખાને ૨૫,૦૦૦ કિટ્‌સ આપી મદદ કરી છે. શાહરુખ ખાને મહારાષ્ટ્રમાં ૨૫,૦૦૦ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપ્મેન્ટ (PPF) કિટ્‌સ મેડિકલ ટીમ્સને આપી છે. મહારાષ્ટ્ર સરકારે ટિ્‌વટર પર શાહરુખનો આભાર માન્યો હતો. શાહરુખ ખાને વળતો રિપ્લાય કર્યો હતો કે, થેન્ક યુ સર આ કિટ્‌સ માટેની વસ્તુ ભેગી કરવામાં મદદ કરવા બદલ. માનવતા અને આપણી જાતને સુરક્ષિત રાખવાના આ પ્રયાસમાં આપણે બધા સાથે છીએ. તમારો પરિવાર અને ટીમ સુરક્ષિત અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા. મહારાષ્ટ્ર રાજ્ય સરકારના હેલ્થ મિનિસ્ટર રાજેશ તોપેએ લખ્યું હતું કે,મિસ્ટર શાહરુખ ખાનનો ૨૫,૦૦૦ ઁઁઈ કિટ્‌સનું યોગદાન આપવા બદલ ખૂબ આભાર. આનાથી કોરોના વાઇરસ સામેની લડતમાં અમારી ફ્રન્ટલાઈન મેડિકલ ટીમને પ્રોટેક્ટ કરવામાં ઘણી મદદ મળશે.

આ સિવાય શાહરુખ ખાન ગ્લોબલ લેવલ પર પણ આ મહામારી સામે જાગૃતતા લાવવા અને ફંડ એકઠું કરવા માટે પરફોર્મ કરવાનો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ગ્લોબલ સિટિઝન દ્વારા એક ગ્લોબલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વન વર્લ્ડ, ટુગેધર એટ હોમ નામની આ લાઈવ ઇવેન્ટ ૧૮ એપ્રિલના રોજ ટીવી પર અને વિવિધ સોશિયલ મીડિયા પર રિલીઝ થશે.

આ ઇવેન્ટ હેલ્થકેર વર્કર્સ જે દિવસરાત કામ કરી રહ્યા છે તેમના કામને સેલિબ્રેટ કરવા માટે છે. ઉપરાંત આ ઇવેન્ટનો હેતુ કોવિડ ૧૯ના રિલીફ ફંડને સપોર્ટ કરવાનો પણ છે. લેડી ગાગા દ્વારા હોસ્ટ થનાર આ શોમાં શાહરુખની સાથે અન્ય ભારતીય સ્ટાર પ્રિયંકા ચોપરા પણ સામેલ છે. આ ગ્લોબલ શોમાં ગ્રેમી વિજેતા બિલી આઇલિશ, બિલી જો આર્મસ્ટ્રોંગ, ક્રિસ માર્ટિન, ડેવિડ બેકહામ, જ્હોન લેજન્ડ વગેરે જેવા આર્ટિસ્ટ્‌સ સાથે પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન પણ પરફોર્મ કરશે.

Related posts

સની લિયોનીએ પોર્ન ફિલ્મોમાં કામ કરવાને લઇ કર્યો મોટો ખુલાસો…

Charotar Sandesh

શિલ્પા શેટ્ટીની કમબેક ફિલ્મ ‘નિકમ્મા’નો નવો લુક રિલીઝ…

Charotar Sandesh

શિલ્પા શેટ્ટીનાં ઘરે ફરી પારણું બંધાયું… સરોગેસી દ્વારા માતા બની…

Charotar Sandesh