Charotar Sandesh
ગુજરાત

શિક્ષકોને પગાર આપવા રાજ્ય સરકાર સામે શંકરસિંહ બાપૂએ બાંયો ચઢાવી…

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે શંકરસિંહ વાઘેલા ફરી એકવાર એક્ટિવ થાય છે. ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પેનો જૂનો ઠરાવ યથાવત રાખ્યો છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ શિક્ષકોને પગાર આપવા માટે રાજ્ય સરકાર સામે માંગણી કરી છે.

શંકરસિંહે સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સરકાર શિક્ષકોના પગાર માટે અલગ ફંડ ઉભુ કરે. અલગ ફંડમાંથી શિક્ષકોને પગાર સરકાર આપે. પગાર ન મળતા શિક્ષકો મુશ્કેલીમાં મૂકાયા છે. હાલ કોરોના વાયરસના કારણે શિક્ષકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી હોવાની વાત કરી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર શિક્ષકોના વ્હારે આવ્યા છે. તેમણે શિક્ષકોને પગાર આપવા રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવીને મોટી માંગણી કરી છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર શિક્ષકોને પગાર આપવા અલગથી ફંડ ઉભું કરે. અને તે અલગ ફંડમાંથી ગુજરાતના શિક્ષકોને પગાર આપવામાં આવે. ઘણા સમયથી શિક્ષકોને પગાર ન મળતા શિક્ષકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. શિક્ષકોને ઘર ચલાવવું હાલ મુશ્કેલી પડી રહી છે.

Related posts

ખુશખબર… ગુજરાતમાં કોરોના રસીના વધામણા : કોવિશીલ્ડનો જથ્થો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો…

Charotar Sandesh

વડોદરામાં વોર્ડ નં-૧૮ના નેતાઓની ટિકિટ કપાતા ૯૦ કાર્યકરોએ ભાજપમાંથી રાજીનામુ આપ્યું…

Charotar Sandesh

ના.મુખ્યમંત્રી નિતીન પટેલે કોન્ફરન્સ યોજી કરી જાહેરાત : ખાનગી લેબમાં RTPCR ચાર્જમાં ઘટાડો…

Charotar Sandesh