વડોદરા : રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ’મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનને લઇને વડોદરા શહેરની મુલાકાત લીધી હતી. જ્યાં શિક્ષણમંત્રીએ ધો-૧૨ની પરીક્ષા સંદર્ભે જણાવ્યું હતું કે, ધો-૧૨ની પરીક્ષા લેવાશે જ. આરોગ્ય વિભાગ સાથે બેસીને કોરોનાની સ્થિતિની સમીક્ષા અને બાળકોની સલામતીની ચિંતા કરીને અમે તારીખ જાહેર કરીશું.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની સફળતા પછી રાજ્ય સરકારે આજથી ’મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનની શરૂઆત કરી છે. દરેક કોર્પોરેટર પોતાના વોર્ડને કોરોના મુક્ત કરવાની કામગીરીમાં જોડાશે અને રક્તદાન શિબિરનું પણ આયોજન કરશે.