મુંબઇ : કોરોનાને કારણે દુનિયાભરમાં લોકો ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે. દેશ માટે પણ આ અત્યારે સંકટનો સમય છે. ૨૧ દિવસનું લોકડાઉન લગાવી દેવામાં આવ્યુ છે, આજ કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. દરરોજ કમાતા મજૂરોની રોજીરોટીને લઇને સતત સવાલો થઇ રહ્યા છે. પોતાની ફિટનેસ અને ફિગરથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું નામ પણ સામેલ થઈ ગયું છે.
શિલ્પા શેટ્ટીએ ટિ્વટ કરીને દાન કરવાની જાહેરાત કરી છે. તેણે લખ્યું- માનવતાની ખાતર, દેશ માટે, આપણાં સાથીઓ માટે જેને મદદની જરૂર છે, આ સમય છે કે આપણે તેમના માટે કંઈક કરી શકીએ. શિલ્પાએ ૨૧ લાખ રૂપિયા દાનમાં આપતાં કહ્યું કે, સમુદ્રમાં દરેક ટીપાંનું મહત્વ છે. તો બને તેટલી મદદ કરો. જેથી જલ્દી આ સમસ્યાનું સમાધાન કરી શકાય.
શિલ્પા સિવાય કોમેડિયન અને એન્કર મનીષ પોલે પણ પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં ૨૦ લાફ રૂપિયાની મદદ કરી છે. તેણે ટિ્વટર પર લખ્યું- હું પ્રતિજ્ઞા લઉ છું કે હું મારી બચતમાંથી ૨૦ લાખ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં આપી રહ્યો છું. આપણે બધાએ આમાં સહયોગ આપવાની જરૂર છે. જય હિન્દ.