Charotar Sandesh
ઈન્ડિયા

શિવરાજ કેબિનેટે લવ જેહાદ વિરોધી કાયદાને મંજૂરી આપી, ૧૦ વર્ષની જેલ…

ઉ.પ્રદેશ, હિ.પ્રદેશ બાદ મ.પ્રદેશની ભાજપ સરકારે લવ-જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો…

વિધાનસભામાં લાવવામાં આવશે બિલ, ધર્મ પરિવર્તનના ઉદ્દેશથી કરાયેલા લગ્ન રદ ગણાશે, મહિલા અને બાળકોને ભરણ પોષણનો અધિકાર મળશે…

ભોપાલ : મધ્ય પ્રદેશની ભાજપ સરકારે પણ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની જેમ લવ જિહાદ વિરોધી કાયદો ઘડ્યો હતો. છેલ્લા થોડા સમયથી એવી ઘટનાઓ વધી હોવાના અહેવાલ હતા કે દાઢીમૂછ કઢાવી નાખીને તેમજ પોષાક પહેરવેશ બદલીને ખોટી ઓળખ આપીને કેટલાક મુસ્લિમ યુવાનો હિન્દુ યુવતીઓને ભોળવતા હતા અને છેતરપીંડીથી લગ્ન કરીને ત્યારબાદ યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવાની ફરજ પાડતા હતા.
આવા કેટલાક બનાવોની પોલીસ ફરિયાદ થતાં અને મિડિયામાં હો હા થતાં સૌ પ્રથમ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે લવ જિહાદ વિરોધી કાયદો ઘડ્યો હતો. ઉત્તર પ્રદેશના પગલે ગયા સપ્તાહે હિમાચલ પ્રદેશની સરકારે પણ આવો કાયદો ઘડ્યો હતો. હવે મધ્ય પ્રદેશની શિવરાજ સિંઘ ચૌહાણની સરકારે આવો કાયદો ઘડ્યો હતો
મધ્ય પ્રદેશ રાજ્ય સરકારના પ્રધાન મંડળે ‘ધર્મ સ્વાતંત્ર્ય ખરડો ૨૦૨૦’ને મંજૂરી આપી હતી. આ ખરડામાં કુલ ૧૯ કલમો છે. પીડિત પરિવાર તરફથી પોલીસ ફરિયાદ થાય તો પોલીસ સ્વતંત્ર રીતે પગલાં લઇ શકશે. આ કાયદા મુજબ કોઇ વ્યક્તિએ સગીર વયની, બીસી-ઓબીસી સમાજની યુવતીને ફોસલાવી પટાવીને કે પોતાની અસલી ઓળખ છૂપાવીને લગ્ન કર્યાંનું પુરવાર થશે તો આરોપીને બે વર્ષથી માંડીને દસ વર્ષની જેલની સજા થશે.
કોઇ વ્યક્તિ ધન-સંપત્તિની લાલચમાં પોતાનો ધર્મ છૂપાવીને લગ્ન કરશે તો એ પણ સજાપાત્ર ગુનો ગણાશે અને એ લગ્ન ફોક ગણાશે. સંબંધિત યુવાનને છેતરપીંડીના આરોપ બદલ સજા થશે.
મધ્ય પ્રદેશના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ એવો દાવો કર્યો હતો કે અમે દેશમાં સૌથી મોટો અને સૌથી વધુ અસરકારક કાયદો બનાવ્યો છે. મધ્ય પ્રદેશ વિધાનસભાનું સત્ર ૨૮ ડિસેંબરે શરૂ થશે. એમાં આ ખરડો મંજૂર કરાશે અને ત્યારબાદ એ કાયદો બનશે. આ કાયદો તરત અમલમાં આવશે. પોલીસને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી.

Related posts

ભારત ઈતિહાસ રચવા તૈયાર : સોમવારે ચંદ્રયાન-૨નું લોન્ચીંગ

Charotar Sandesh

ભારતની આક્રમકતા બાદ યુરોપિયન યુનિયનના ૭ દેશોએ કોવીશીલ્ડને માન્યતા આપી…

Charotar Sandesh

ભાજપે માત્ર લોકોને જ નહિ સાધુઓને પણ મૂર્ખ બનાવ્યાઃ કોમ્પ્યૂટર બાબા

Charotar Sandesh