Charotar Sandesh
ગુજરાત

શિવરાત્રીના મેળાને રદ્દ થતાં તંત્ર દ્વારા ગિરનાર રોપ-વે રહેશે બંધ…

જૂનાગઢ : કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ભવનાથમાં આયોજિત મહાશિવરાત્રીનો મેળો પ્રવાસીઓ માટે રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે, ગિરનારમાં આવેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે પણ અઠવાડિયા સુધી તમામ પ્રવાસીઓ માટે બંધ રાખવાનો નિર્ણય તેના સંચાલકોએ કર્યો છે. વર્ષોથી મહાશિવરાત્રીનો મેળો ગિરનારની ગીરી તળેટીમાં યોજાતા આવ્યો છે. વર્ષો બાદ, મેળો આ વર્ષે કોરોના સંક્રમણને કારણે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
ત્યારે, જૂનાગઢમાં આવેલો એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પણ નિર્માણ થયા બાદ પ્રથમ વખત બંધ રહેશે. આગામી ૬થી ૧૨ તારીખ સુધી ગિરનાર રોપ-વેએ તમામ પ્રવાસીઓ માટે બંધ રહેશે. સરકારે જે પ્રકારે મહાશિવરાત્રીના મેળાને રદ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે ગિરનાર રોપ-વે પણ સરકારના આ નિર્ણય સાથે જોવા મળશે અને તેના સંચાલકોએ પણ સરકારના નિર્ણયમાં પોતાની સહમતિ દર્શાવીને રોપ-વે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Related posts

ભાજપના ખાનપુર કાર્યાલય પર નારાજ કાર્યકર્તાઓ ઉમટ્યા, ગૃહરાજ્ય મંત્રી દોડ્યા…

Charotar Sandesh

અત્યાર સુધી સંવેદનશીલ સરકારે માસ્કના દંડ પેટે જનતાના ૨૦૦ કરોડ ખંખેર્યા…

Charotar Sandesh

બજેટ સત્રમાં હવે લવજેહાદનો કાયદો અમલમાં : 8 વિધેયક પર રાજ્યપાલની મહોર…

Charotar Sandesh