બાગપત : ઉત્તર પ્રદેશનાં બાગપતનાં શૂટર દાદી ચંદ્રો તોમરનું કોરોનાથી અવસાન થયું છે. ચંદ્રો તોમર છેલ્લા ઘણા દિવસોથી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. શૂટર દાદીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે શૂટિંગમાં ઘણા ચંદ્રકો જીત્યા છે. શૂટર દાદી બાગપતનાં જોહરી ગામનાં રહેવાસી છે.
ભારતમાં કોરાના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. પ્રખ્યાત શૂટર ચંદ્રો તોમર, જેને શૂટર દાદી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કોરોનાથી યુદ્ધમાં હારી ગયા છે. શ્વાસની તકલીફ બાદ કેટલાક દિવસો પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાગપતની ૮૯ વર્ષીય શૂટર દાદીનું મેરઠની આનંદ હોસ્પિટલમાં કોરોનાને કારણે મોત થયું છે. ‘શૂટર દાદી’ નામથી જાણીતા ચંદ્રો તોમર પણ હવે આ વાયરસની ઝપટમાં આવી ગયા હતા. તેઓ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણની ઝપટમાં આવી ગયા હતા. શૂટર દાદી ચંદ્રો તોમર ૮૯ વર્ષનાં હતા. તે તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશનાં બાગપત ખાતે રહેતા હતા. જ્યારે શૂટર દાદી ચંદ્રો તોમરને કોરોના થયો ત્યારે તેમણે ટિ્વટર દ્વારા કહ્યું હતું કે, તેમને કોવિડ-૧૯ વાયરસનો ચેપ લાગ્યો છે.