Charotar Sandesh
ઈન્ડિયા

શેરબજાર ધડામ : સેન્સેક્સમાં ૧૯૩૯ પોઇન્ટનો કડાકો…

  • છેલ્લા બે દિવસની તેજીને બ્રેકઃ સેન્સેક્સે ૫૦ હજારની સપાટી ગુમાવી
  • દિવસના અંતે સેન્સેક્સ ૪૯,૦૯૯ના સ્તરે અને નિફ્ટી ૫૬૮ના ઘટાડા સાથે ૧૪,૫૨૯ની સપાટીએ બંધ
  • રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૪.૬૫ લાખ કરોડનું ધોવાણ,અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારમાં ગાબડું પડ્યું હોવાનું અનુમાન

મુંબઇ : શેરબજારમાં આજે બંધ થતાની સાથે કડાકો જોવા મળ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સક્સ -૧,૯૩૯.૩૨ પોઇન્ટ એટલે કે (૩.૮૦%) ના કડાકા સાથે ૪૯,૦૯૯.૯૯ ના સ્તર પર બંધ રહ્યો છે.
તેમજ નેશનલ સ્ટોક એક્સચેંજની નિફ્ટી -૫૬૮.૨૦ પોઇન્ટ્‌સ એટલે કે (૩.૭૬%) ટકા કડાકા સાથે ૧૪,૫૨૯.૧૫ ના સ્તર પર બંધ રહી છે. તેમજ આજે સેન્સેક્સે બંધ થતા ૫૦,૦૦૦ની સપાટી ગુમાવી છે.
શેરબજારમાં તીવ્ર વેચવાલીને પગલે ગણતરીના ત્રણ કલાકમાં જ રોકાણકારોની રૂ.૪.૬૫ લાખ કરોડની સંપત્તિ સ્વાહા થઈ ગઈ હતી. વોલેટાલિટી ઈન્ડેક્સ ૨૬ ટકા ઉછળીને ૨૮.૮૦ થયો હતો જેનો અર્થ એ થયો કે આગામી સમયમાં શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી શકે છે.
શરૂઆતના કારોબારમાં ઈન્ડેક્સ ૧૧૦૦ અંક ઘટી દિવસના સૌથી નીચલા સ્તર ૪૯,૯૫૦.૭૫એ પહોંચ્યો હતો. એને પગલે બીએસઇની માર્કેટ કેપ લગભગ ૩ લાખ કરોડ ઘટી છે.
સેન્સેક્સ પર ઓએનજીસી, એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઓએનજીસી ૬.૬૦ ટકા ઘટીને ૧૧૧.૧૫ પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ ૬.૩૫ ટકા ઘટીને ૮૦૪.૩૫ પર બંધ રહ્યો હતો.
શેરબજારના ઘટાડામાં અગ્રણી શેર સૌથી આગળ રહ્યાં છે. એચડીએફસી બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક સહિત અન્ય અગ્રણી બેન્કિંગ શેરમાં ૫-૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને ભારતી એરટેલના શેરમાં પણ ૨-૨ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. માર્કેટ કેપની રીતે જોઈએ તો ૧૦ સૌથી મોટી કંપનીઓમાંથી ૭ની માર્કેટ કેપ લગભગ એક લાખ કરોડ રૂપિયા ઘટી.
અમેરિકાનાં બજારોમાં ભારે વેચવાલીને કારણે શેરબજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૭૩૭ અંક નીચે ૨૯૪૩૦ પર છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૭૭૧ અંક નીચે ૨૯૩૦૩ પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ચીનના શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, કોરિયાના કોસ્પી અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં ૨-૨ ટકાનો ઘટાડો છે.
અમેરિકન બજારોમાં ભારે વેચવાલી ચાલતા વિશ્વભરના શેર બજારોમાં કડાકો પડ્યો છે. તેમજ અમેરિકામાં બોન્ડ યીલ્ડની વૃધ્ધિ અને ટેક્નોલોજી શેરમાં વેચવાલી દેખાતા પ્રમુખ ઇન્ડેક્સ કડાકા સાથે બંધ થઈ ગયો છે. તેથી ભારતીય શેરબજારમાં કડાકો પડ્યો છે.
દિગ્ગજ શેરની વાત કરીએ તો આજે બધા શેર લાલ નિશાન પર બંધ થયા છે. તેમજ મોટા કડાકા સાથેના શેરમાં ઓએનજીસી, એમએન્ડએમ, પાવર ગ્રીડ, જેએસડબ્લ્યુબ સ્ટીલ અને હીરો મોટકોકર્પના શેર શામેલ છે.

Related posts

‘એવેન્જર્સ એન્ડગેમ’એ બે અબજ ડાલર્સની કમાણી કરી

Charotar Sandesh

પૂરગ્રસ્તોની વ્હારે આવ્યો અક્ષયકુમાર, રૂ. બે કરોડનું દાન કર્યું…

Charotar Sandesh

ભારતની કોવેક્સિનને WHO દ્વારા જલ્દી અપ્રૂવલ મળે તેવી શક્યતા…

Charotar Sandesh