Charotar Sandesh
ગુજરાત

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા…

વેરાવળ : આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ત્યારે આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યાં છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યાં છે. મહાદેવને આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે.

મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

સોમનાથ મહાદેવને આજે ભસ્મનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. આ અલૌકિક શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોનો પ્રવાહ સોમનાથમાં વધુ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન માટે ફરજિયાત પાસ સિસ્ટમ કાર્યરત છે.

તેમજ ભાવિકોએ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે રવિવારે સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમજ પરિવાર સાથે સોમનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.

Related posts

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : વધુ ૨૬ પોઝિટિવ કેસ સાથે આંકડો ૫૪૦ને પાર…

Charotar Sandesh

વિવાદમાં યુવરાજ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ પર રાજકારણ ગરમાયું, શું છે મામલો

Charotar Sandesh

૯.૬૧ લાખ કર્મચારી-પેન્શનરોને ૩ મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયર્સ ચૂકવાશે

Charotar Sandesh