આણંદ : ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી વિ ઝેડ પટેલ કોમર્સ કોલેજના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા આતરરાષ્ટ્રીય નશાબંધી દિવસ નિમિતે ઓનલાઈન વ્યાખ્યાન ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમીશનરશ્રી ગાંધીનગરના સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યું.
આ ઓનલાઈન વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે મધરહૂડ ફોઉંન્ડેશના સ્થાપક ડૉ.ટ્વિન્કલ પટેલ અને નાર્કોટીકસ બ્યુરોના ઝોનલ ડાયરેકટરશ્રી શીલેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહી વક્તવ્ય આપ્યું હતું. તેઓએ આજના દિવસને અનુરૂપ યુવા વર્ગમાં ડ્રગ્સથી થતા ગેરફાયદા અને નુકશાન અને તેનાથી બચવાના ઉપાયોની વિશેષ જાણકારી આપી હતી. આ ઉપરાંત ડ્રગ્સના ગેરકાયદેસરની હેરાફેરીના ગુના અને તેની સજા વિષે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે વિદ્યાર્થીઓને, પ્રોગ્રામ ઓફિસરો તથા પ્રાધ્યાપકોને માર્ગદર્શન આપ્યું હતું.
આ વ્યાખ્યાન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉચ્ચ શિક્ષણ વિભાગના જોઈન્ટ સેક્રેટરીશ્રી નારાયણ માધુ અને ગુજરાત રાજ્ય રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના સ્ટેટ ઓફિસરશ્રી બી. એમ. નીનામા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વ્યાખ્યાન કાર્યક્રમમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. નરેન્દ્રસિંહ રાજ તથા સર્વે સ્ટાફમિત્રો, કોલેજના વિધાર્થી ભાઈ-બહેનો ઓનલાઈન માઈક્રો સોફ્ટ ટીમના માધ્યમથી જોડાયા હતા. આ સમગ્ર વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સેવા યોજના વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી અલ્પેશકુમાર પટેલ અને જોઈન્ટ પ્રોગ્રામ ઓફિસર શ્રી રવિકુમાર દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.
- Jignesh Patel, Anand