વૈજ્ઞાનિકો કે ડોકટરોનો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય નથી…
ગાંધીનગર : નાયબ સીએમ નીતિન પટેલે લોકડાઉન સંદર્ભે જણાવ્યું હતું કે, લોકડાઉન નાખવાથી સંક્રમણની ચેઇન તૂટી જ જાય તેવો સ્પષ્ટ અભિપ્રાય વૈજ્ઞાનિક કે નિષ્ણાતો આપી શકતા નથી. સંપૂર્ણ લોકડાઉન અંગે વૈજ્ઞાનિકો કે નિષ્ણાતો પણ સ્પષ્ટ અભિપ્રાય આપી શક્યા નથી. ભૂતકાળમાં ગુજરાતમાં પણ લોકડાઉન નાખ્યું હતું અને તે વખતે સંક્રમણની ચેઇન તોડી શક્યા હતા. આ બીજો તબક્કો છે તેના વાયરસની ઝડપ વધુ સંક્રમણ ફેલાવાની છે. અડધો દિવસ બજાર બંધ રાખો અને અડધો દિવસ ભીડ થાય તો તે કેવી રીતે ઉપયોગી થાય તે સમજી શકાતું નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું.
લોકડાઉન સંક્રમણની ચેઇન તોડવામાં ઉપયોગી થઇ શકે છે પરંતુ સામે લાખો લોકોના ધંધા-રોજગાર, વ્યવસાય ઉપર અસર થાય છે. લોકડાઉન કરવાથી ચેઇન તૂટી જ જાય તેવું કોઇ વૈજ્ઞાનિક રીતે કોઇ ખાતરીપૂર્વક કહી શકતું નથી.