ન્યુ દિલ્હી : પેટ્રોલની કિંમતમાં તેલ કંપનીઓ સોમવારે ફરી વધારો કર્યો છે. છેલ્લા પાંચ દિવસથી પેટ્રોલની કિંમત સતત વધી રહી છે. સોમવારે ૧૩ પૈસાના વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાગ ૮૧.૬૨ રૂપિયા લીટર થઈ ગયો છે.
પાછલા સપ્તાહમાં માત્ર એક દિવસને છોડીને બાકી બધા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પરંતુ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ડીઝલની કિંમતમાં પાછલા મહિને મોટો વધારો કંપનીઓ કરી ચુકી છે. છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલ આશરે ૧.૧૯ રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
સોમવારે વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૬૨ રૂપિયા અનેડ ડીઝલ ૭૩.૫૬ રૂપિયા લીટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ ૮૮.૨૮ રૂપિયા અને ડીઝલ ૮૦.૧૧ રૂપિયા લીટર છે. ચેન્નઈમાં પેટ્રોલ ૮૪.૬૪ અને ડીઝલ ૭૮.૮૬ રૂપિયા લીટર છે. આ રીતે કોલકત્તામાં પેટ્રોલ ૮૩.૧૩ રૂપિયા લીટર અને ડીઝલ ૭૭.૦૬ રૂપિયા થઈ ગયું છે. નોંધનીય છે કે, છેલ્લા ૯ દિવસમાં પેટ્રોલ ૧.૧૯ રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે. ૧૯ ઓગસ્ટે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા.