Charotar Sandesh
વર્લ્ડ

સતત બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ…

USA : ચીનથી આખી દુનિયામાં તબાહી માચાવનાર કોરોના વાયરસે અમેરિકાને બરાબરનું ઝપટમાં લઇ લીધું છે. આ મહામારીના લીધે અમેરિકામાં ૨ લાખથી વધુ લોકો બીમાર છે અને ૫૦૦૦થી વધુ પોતાના જીવ ગુમાવી ચૂકયા છે. આ બધાની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ થયો. જેમાં તેઓ બીજી વખત નેગેટિવ આવ્યા છે. વ્હાઇટ હાઉસની તરફથી રજૂ કરવમાં આવલા નિવેદનમાં કહ્યું કે એક વખત ફરીથી રાષ્ટ્રપતિનો કોરોના વાયરસ ટેસ્ટ થયો હતો. તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમાં કોરોનાના કોઇ લક્ષણ નથી.

આપને જણાવી દઇએ કે ડોનાલ્ડ ટ્રમ્પ થોડાંક દિવસ પહેલાં એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જે બાદમાં કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ અમેરિકામાં તેમના ટેસ્ટને લઇ પ્રશ્નો થયા હતા તો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને તેની જરૂર નથી કારણ કે તેઓ સંપૂર્ણપણે ફિટ છે. જો કે ત્યારબાદ વ્હાઇટ હાઉસમાં તેમનો ટેસ્ટ કરાવ્યો અને બંને વખત તેઓ નેગિટિવ આવ્યો છે જે અમેરિકા માટે રાહતની વાત છે.

સીએનએનના મતે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો કે આ વખતે જે ટેસ્ટ થયો તેનું રિઝલ્ટ ૧૫ મિનિટમાં આવી ગયું. અમે આવી તકનીકી બનાવી છે જે તરત જ પરિણામ આપી રહ્યા છે.

  • Nilesh Patel

Related posts

અમેરિકાના ન્યૂજર્સીમાં એક સ્ટોરમાં ગોળીબાર, હુમલાખોર અને પોલીસ સહિત 6 લોકોના મોત…

Charotar Sandesh

વેક્સીન સંકટ : સીરમ પર ઉત્પાદનનુ દબાણ, ક્ષમતા વધારવા ૩૦૦૦ કરોડની જરુર…

Charotar Sandesh

ટેલ્સાના પ્રમુખ એલન મસ્કે દુનિયાના સૌથી ત્રીજા ધનવાન વ્યક્તિ બન્યા…

Charotar Sandesh