Charotar Sandesh
ઈન્ડિયા

સતત ૨૧મા દિવસે પેટ્રોલમાં ૨૫ અને ડિઝલમાં ૨૧ પૈસાનો વધારો…

દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૩૮ અને ડીઝલ ૮૦.૪૦ રૂ.એ પહોંચ્યું…

ન્યુ દિલ્હી : પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ દિવસે દિવસે ગંભીર મુદ્દો બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતા આજે સતત ૨૧માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે ડીઝલ ૨૧ પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં ૨૫ પૈસાનો વધારો નોંધાયો છે. આ સાથે છેલ્લા ૨૧ દિવસમાં ડીઝલ કુલ ૧૧ રૂપિયા અને પેટ્રોલ કુલ ૯.૧૨ રૂપિયા મોંઘું થયું છે.

પેટ્રોલની કિંમતથી વધુ ડીઝલના ભાવ વધુ થતા લોકો દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. તેમ છતા ૨૭ જૂનના રોજ સરકારી તેલ કંપનીઓએ ઈંધણની કિંમતોમાં વધારો કર્યો છે. રાજધાની દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલની કિંમત ગઈકાલે ૮૦.૧૩ રૂપિયા હતી જે ૨૫ પૈસા વધીને આજે ૮૦.૩૮ રૂપિયા પ્રતિ લિટર બોલાઈ રહી છે. જ્યારે ડીઝલની વાત કરીએ તો ગઈકાલે ભાવ ૮૦.૧૯ રૂપિયા હતા જે આજે ૨૧ પૈસા વધીને ૮૦.૪૦ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. આ સાથે દિલ્હી દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જ્યાં પેટ્રોલ કરતા ડીઝલ વધું મોંઘું થયું છે.
રાજ્યની વાત કરીએ તો પ્રમુખ શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. સતત ૨૧માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યાં છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ.૭૭.૯૨ પ્રતિ લિટર જ્યારે ડીઝલ પ્રતિ લિટર રૂ.૭૭.૭૮ બોલાઈ રહ્યું છે. ઉપરાંત, સુરતમાં પેટ્રોલ રૂ.૭૭.૭૬ અને ડીઝલ રૂ.૭૭.૬૪ પ્રતિ લિટરે, રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૭.૬૬ અને ડીઝલ રૂ.૭૭.૫૪ પ્રતિ લિટર, જ્યારે જામનગરમાં પેટ્રોલના ભાવ રૂ.૭૭.૮૧ અને ડીઝલ રૂ.૭૭.૬૧ પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે.

Related posts

દેશમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો : ૪ હજારથી ઓછા મોત…

Charotar Sandesh

થોડો દિવસમાં પાછો આવીશ ભારત, પુરજોશમાં છે વેક્સિનનું ઉત્પાદન : અદાર પૂનાવાલા

Charotar Sandesh

દેશના ૯ રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત : સરકારે એડવાઇઝરી જાહેર કરી…

Charotar Sandesh