Charotar Sandesh
ગુજરાત

સભામાં હાજર ભાજપના તમામ નેતાઓના કોરોના ટેસ્ટ કરાવવાની કોંગ્રેસની માગ…

મુખ્યમંત્રી રૂપાણી કોરોના સંક્રમિત થતા…

ફરીથી પાર્ટીના કામમાં લાગી જવાની શહેર પ્રમુખની અપીલ…

વડોદરા : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પ્રચાર અભિયાનમાં ભાજપના સ્ટાર પ્રચારક અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરાની જાહેરસભામાં ચક્કર આવતા મુખ્યમંત્રી સ્ટેજ પર ઢળી પડ્યા હતા. જોકે આજે મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ૩ જાહેર સભા દરમિયાન સ્ટેજ ઉપર હાજર સાંસદ, ધારાસભ્યો, હોદ્દેદારો અને ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે જણાવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય સારૂ રહે અને તેઓ જલ્દી સાજા થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. જોકે જાહેરસભાઓ દરમિયાન અમે લોકો માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું હતું. જેથી કાર્યકરોને અપીલ છે કે, તમે ફરીથી પાર્ટીના કામમાં લાગી જાઓ.
બીજી તરફ વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં સભાના સંબોધન દરમિયાન બેભાન થયા હતા. આજે રિપોર્ટ કરાવતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, ત્યારે તેમના લાંબા આયુષ્યની પ્રાથના કરું છું તેમજ વડોદરા શહેરના સાંસદ, પૂર્વ મેયર, તેમજ સંગઠનના ટોચના નેતાઓ જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય, તેઓ સ્વૈચ્છિક રીતે હોમ ક્વોરન્ટીન થાય અને તેમના ટેસ્ટ કરાવવાની તેવી માંગણી કરીએ છીએ.

Related posts

ઉત્તરાયણ સમયે ૧૦૮ ઈમરજન્સી સારવાર સેવામાં ૪૦થી ૫૦ ટકાનો વધારો થયો…

Charotar Sandesh

વકીલ મેહુલ બોઘરા પર હુમલા બાદ સુરત પોલીસે ૩૭ TRB જવાનોને કર્યા સસ્પેન્ડ : હપ્તાખોરોમાં ફફડાટ

Charotar Sandesh

પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ ૧૯મીથી ત્રણ દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે…

Charotar Sandesh