મુંબઇ : બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનની ફિલ્મોની રાહ તેના ચાહકો જોતા હોય છે. સલમાન દર વર્ષે ઈદ પર એક શાનદાર ફિલ્મ લઈને આવે છે. આ વર્ષે સલમાન ખાન ચાહકોને આ ઈદ પર રાધે ફિલ્મની ભેટ આપવાનો હતો. પરંતુ કોરોના વાયરસના કારણે એ સંભવ ન થઈ શક્યું. જેના પછી એવા સમાચાર હતા કે ફિલ્મ દિવાળીના સમયમાં રીલિઝ થશે.
હવે સલમાનખાનની ફિલ્મ રાધેને લઈને નવા સમાચાર મળી રહ્યા છે કે આ ફિલ્મ ૨૦૨૧માં ગણતંત્ર દિવસની આસપાસ રિલીઝ થઈ શકે છે. મળતી માહિતી મુજબ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મનું લગભગ ૧૦ દિવસનું શુટિંગ બાકી છે. હવે ફિલ્મમાં એક ગીત પણ એડ કરવામાં આવી રહ્યું છે. સલમાનખાન ઓક્ટોબર કે નવેમ્બરમાં શુટિંગ કરશે.
આ ફિલ્મને સિનેમાઘરમાં જ રિલીઝ કરવામાં આવશે. એટલા માટે નિર્માતા કોઈ પણ ઉતાવળ નહીં કરતા. એટલા માટે હવે આવતા વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આ ફિલ્મને રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. જો એવું ના બની શકે તો ૨૦૨૧માં ઈદ પર રિલીઝ કરવામાં આવશે.