કરોડો અનુયાયીઓ ચિંતાતુર બન્યા હતા ત્યારે ‘ખોદ્યો ડૂંગર, નિકળ્યો ઉંદર’
૧૬ કલાક બાદ રહસ્ય પરથી પડદો ઉંચકાયો,વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સમર્પિત કરશે…
ન્યુ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશ્યલ મિડિયા છોડવાની વિચારણા વાળી વાતના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. ૧૬ કલાક પછી ખુદ મોદીએ જ સોશ્યલ મિડિયા છોડવાની વાત અંગે પોતે જ આજે ખુલાસો કર્યો કે તેઓ સોશ્યલ મિડિયા છોડવાના નથી પણ રવિવારે ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તેમના સોશ્યલ મિડિયા એકાઉન્ટ્સ એ મહિલાઓને સોંપશે કે જેમનું જીવન અને જેમનું નામ આપણને બધાને પ્રેરિત કરે છે…! બીજી તરફ સોશ્યલ મિડિયા છોડવા વિચારણા અંગેની તેમની ટ્વીટને લઇને એક તરફ કરોડો ચાહકોએ તેમને સોશ્યલ મિડિયા નહીં છોડવા સોશ્યલ મિડિયા પર અપીલ ચલાવી તો કોંગ્રેસના લોકસભામાં નેતા અધીર રંજને એવી ટકોર કરી કે મોદી દરેક સમયે ભારતને ડિજિટલની વાત કરે છે. અને હવે તેમના જેવા “ડિજિટલ પૂજારી” જો સોશિયલ મીડિયા છોડશે તો કયાં જશે…? શું મોદી સાધુ-સંત બનશે…? શું તેઓ હવે માનસરોવર જતા રહેશે…? આમ તેમના એક ટ્વીટને લઇને સોશ્યલ મિડિયામાં અફરાતફરી મચી ગઇ હતી તો રાજકિય ક્ષેત્રે પણ કોંગ્રેસ અને અન્ય રાજકિય વિરોધી પરિબળો દ્વારા તેમને નિશાન બનાવવામાં આવ્યાં હતા.
સૂત્રોએ કહ્યું કે મોદીએ ગઇકાલે સોમવારે રાતે ૮.૫૬ વાગે ટિ્વટ કર્યું હતું. જેમાં તેમણે સૌ કોઇને જાણ કરી હતી કે તેઓ રવિવાર સુધી સોશિયલ મીડિયા ગૂગલ, ફેસબુક અને ટ્વીટર છોડવા વિશે વિચારી રહ્યો છું…!
તેમની આ જાહેરાતથી તેમના કરોડો ચાહકો અને ભાજપના કાર્યકરોમાં આઘાતની લાગણી સર્જાઇ હતી કે વડાપ્રધાનને શા માટે આવી જાહેરાત કરવી પડી….? શું દિલ્હીના કોમી રમખાણોથી વ્યથિત થઇને તેઓ સોશ્યલમિડિયા છોડી રહ્યાં છે એવા સવાલો પણ પૂછાયા હતા. કેમ કે આ કોમી રમખાણો ભડકાવવામાં સોશ્યલ મિડિયાએ પણ નકારાત્મક ભૂમિકા ભજવી હોવાનું બહાર આવ્યું હતું. તો કોંગ્રેસ સહિત અન્ય વિરોધી પરિબળોએ તેમની આ અંગે ભારે આલોચના કરી હતી. વડાપ્રધાનના કરોડો અનુયાયીઓએ સોશ્યલ મિડિયામાં “નો સર”ના હેસટેગ સાથે ટ્રેન્ડીંગ કર્યું હતું. જેમાં લાખો લોકો જોડાયા હતા અને “SheInspiresUS” ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું, લોકોએ મોદીને સોશિયલ મીડિયા ન છોડવાની વારંવાર અપીલ કરી હતી.
સૂત્રોએ કહ્યું કે ગઇકાલે રાત્રે અને આજે સવારે પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યાં બાદ મોદીએ ફરીથી સોશ્યલ મિડિયામાં જાહેરાત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિન ૮ માર્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને તેઓ એવી મહિલાઓને સોંપી દેશે જે બીજા માટે પ્રેરણા છે. તેમણે આ અંગે મંગળવારે ટિ્વટ કરી સ્પષ્ટતા કરી છે. તેમણે લખ્યું હતું કે, આ મહિલા દિવસે હું પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને એ મહિલાઓને સોંપી દઈશ, જેમની જિંદગી અને જેમનું નામ આપણા બધાને પ્રરિત કરે છે. આ મહિલાઓ લાખો લોકોને પ્રોત્સાહિત કરી શકશે. જો તમે પણ આવી મહિલા છો કે બીજા માટે પ્રેરણા બનનારી મહિલાઓ વિશે જાણો છો તો તેમની કહાની “જીરીૈંહજૈિીજેંજ” પર શેર કરો.
‘મોદીના ‘સોશિયલ સંન્યાસ’થી જ્યારે બધા કન્ફયુઝ હતા ત્યારે અધીરા બનેલા કોંગ્રેસના નેતા અધીર રંજને તેમની ટીકા કરતાં કહ્યું હતું કે, ભારતમાં “ડિજિટલ ઇન્ડિયા”નો પાયો નાંખનાર “ડિજીટલ પૂજારી” સોશિયલ મીડિયા છોડશે તો કયાં જશે..?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓ પણ સસ્પેંસમાં હતા. કોંગ્રેસને પણ સમજાઇ રહ્યું નથી કે આખરે મોદીએ આવું કેમ કહ્યું છે. આ બધાની વચ્ચે લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મોદીને કહ્યું કે જો તેમને દિલ્હી હિંસાનું દુઃખ છે તો સોશિયલ મીડિયા નહીં વડાપ્રધાનનું પદ છોડવું જોઇએ. અધીરે એમ પણ કહ્યું કે બની શકે કે મોદી હાલના મુદ્દા પરથી ધ્યાન ભટકાવા માટે આમ કરી રહ્યા હોય. કોંગ્રેસના નેતાએ એમ પણ પૂછયું કે શું હવે મોદી સાધુ-સંત બની જશે…?
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે દેશમાં એવા કેટલાંય ઉદાહરણ છે જ્યારે નૈતિકતાના આધાર પર પદ છોડીને ગયા હોય. તેમણે તત્કાલીન રેલ મંત્રી કે જેઓ ત્યારબાદ આ દેશના વડાપ્રધાન બન્યા હતા તે લાલ બહાદુર શાસ્ત્રીનું ઉદાહરણ આપીને કહ્યું કે તે વખતે એક રેલવે અકસ્માત બાદ શાસ્ત્રીએ રેલવે મંત્રીનું પદ છોડી દીધું હતું.
ચૌધરીએ એમ પણ કહ્યું કે મોદી દરેક સમયે ડિજિટલની વાત કરે છે. તેમને જેવા ડિજિટલ પૂજારી જો સોશિયલ મીડિયા છોડશે તો કયાં જશે. શું મોદી સાધુ-સંત બનશે. તેઓ હવે માનસરોવર જતા રહેશે.
પીએમ મોદીના ટિ્વટર પર ૫.૩ કરોડથી વધુ ફોલોઅર્સ છે. ફેસબુક પર પીએમ મોદીને ૪.૪ કરોડ લોકો ફોલો કરે છે. ઇંસ્ટાગ્રામ પર પીએમ મોદી સ્ટાર છે અને અહીં તેમને ૩.૫ કરોડથી વધુ લોકો ફોલો કરે છે. યુટ્યુબ પર સીએમ મોદીના ૪૫ લાખથી વધુ ફોલોઅર્સ છે. અને આ બધા એ વખતે અવાક બની ગયા હતા કે જ્યારે ગઇકાલે મોદીએ સોશ્યલ મિડિયા છોડવાની વિચારણા વાળો ટ્વીટ સંદેશો કર્યો હતો.