Charotar Sandesh
સ્પોર્ટ્સ

સાનિયા મિર્ઝાનો ધડાકો : જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત થઇ હતી…

મુંબઇ : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ મંગળવારે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે જાન્યુઆરીની શરૂઆતમાં જ તે કોરોના સંક્રમિત થઈ હતી. કોરોના પરિક્ષણ દરમ્યાન તે પોઝિટીવ હોવાની જાણકારી મળી હતી. જો કે તે હવે સ્વસ્થ થઈ ચૂકી છે. છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ પોતાના અધિકારીક ટ્‌વીટર એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી.
ટ્‌વીટર પર પોસ્ટ કરીને સાનિયાએ લખ્યુ હતું એક સુચના, જે પાછળના એક વર્ષથી ચાલી રહ્યુ છે. હું પણ કોવિડ-૧૯ની ઝપેમાં આવી હતી. ઉપરવાળાની કૃપાથી હવે સ્વસ્થ અને બિલ્કુલ ઠીક છુ, પરંતુ હું મારો અનુભવ શેર કરવા માંગુ છું. હું ભાગ્યશાળી રહી હતી કે આ દરમિયાન મને કોઈ ગંભીર લક્ષણ નહોતા. જો કે હું આઈસોલેશનમાં હતી, બે વર્ષના બાળક અને પરિવારથી દુર રહેવુ ખૂબ મુશ્કેલ હતું.
સાનિયાએ કહ્યુ કે, તમામ પ્રકારની સાવધાનીઓ વર્તવા છતાં પણ તે કોરોના સંક્રમિત થઈ હતી. તેણે સૌને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા માટે આગ્રહ કર્યો હતો. આગળ કહ્યુ હતુ કે, આ વાઈરસ તે કોઈ મજાક નથી. મેં જેટલુ શક્ય હતુ, તમામ સાવધાનીઓનું પાલન કર્યુ હતુ. પરંતુ આમ છતાંય કોરોના સંક્રમિત થઈ હતી. પોતાના મિત્રો અને પરિવારની રક્ષા માટે આપણે સૌએ કંઈક કરવુ જોઈએ. માસ્ક પહેરવુ જોઈએ. પોતાના હાથ પણ ધોવો તેમજ પોતાના નજીકના લોકોની રક્ષા કરો. આ ખતરનાક વાઈરસના કોઈપણ પ્રકારના લક્ષણનો અહેસાસ થયો નહોતો. પરંતુ આ દરમિયાન પોતાના પુત્રથી દુર રહેવું ખૂબ મુશ્કેલ હતું.

Related posts

Test Match : ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને નોંધાવી સૌથી મોટી ટેસ્ટ જીત

Charotar Sandesh

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દસ વર્ષ પૂરા કરવા બદલ ચેતેશ્વર પૂજારાએ સમર્થકોનો માન્યો આભાર…

Charotar Sandesh

IPL-2022ની અમદાવાદ ટીમના મુખ્ય કોચ તરીકે આશિષ નેહરા

Charotar Sandesh