Charotar Sandesh
ગુજરાત

સીએસની પરીક્ષા : અમદાવાદીઓનો ડંકો, દેશના ટોપ-૧૦માં શહેરના ૩ વિદ્યાર્થીઓ…

અમદાવાદ : ઈન્સ્ટીટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા તરફથી ડિસેમ્બર ૨૦૨૦માં લેવામાં આવેલી પ્રોફેશનલ અને એક્ઝિક્યૂટિવ પોગ્રામની એક્ઝામના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના વિદ્યાર્થીઓને ડંકો જોવા મળ્યો છે. દેશના ટોપ-૨૫ વિદ્યાર્થીઓમાં આ બન્ને જ કોર્સના મળીને અમદાવાદના ૩ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.
આ અંગે આઈસીએસઆઈ અમદાવાદ ચેપ્ટના અધ્યક્ષ ભવ્ય ગોદાનાએ જણાવ્યું કે, અમદાવાદ ચેપ્ટર માટે ગર્વની વાત છે કે, પ્રોફેશનલ પોગ્રામમાં દેશના ટોપ-૧૦ વિદ્યાર્થીઓમાં અમદાવાદના નીલ મેહતાએ દેશમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. નીલે ૫૩૨ માર્ક્સ મેળવીને ૫૯.૧૧ ટકા પ્રાપ્ત કર્યાં છે. એક્ઝીક્યૂટિવ પોગ્રામમાં દેશના ટોપ-૨૫ વિદ્યાર્થીઓમાં બે અમદાવાદના છે. જેમાં અંકુલ પટવાએ ૮૦૦માંથી ૫૧૬ માર્ક્સ અને ૬૪.૫૦ ટકા પ્રાપ્ત કરીને દેશમાં ૧૧મું સ્થાન મેળવ્યું છે. જ્યારે અંજલી પાલીવાલે ૪૯૭ માર્ક્સ સાથે ૬૨.૧૩ ટકા પ્રાપ્ત કરીને ૨૩મો ક્રમ હાંસલ કર્યો છે.
અંકુલ પટવાએ વર્ષ ૨૦૧૭માં CAની  IPCC પરીક્ષામાં સમગ્ર દેશમાં ૧૫મો રેન્ક મેળવ્યો હતો. જ્યારે અંજલી પાલીવાલે પણ ૨૦૧૯માં સીએસ ફાઉન્ડેશનની એક્ઝામમાં સમગ્ર દેશમાં ૧૭મો રેન્ક મેળવી ચૂકી છે. એક્ઝિક્યૂટિવ અને પ્રેફેશનલની આગામી પરીક્ષા જૂનમાં લેવાશે. આગામી ૧ લી જૂનથી પરીક્ષાઓ શરૂ થશે. જે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત ૨૫મી સુધીની છે.

Related posts

મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાની એન્ટ્રીઃ એક કર્મચારી પોઝિટિવ…

Charotar Sandesh

ગાંધીના ગુજરાતમાં સુરતમાં ખૂલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : વીડિયો વાયરલ

Charotar Sandesh

૨ વર્ષમાં મહિલા હેલ્પલાઈન ૧૮૧ ‘અભયમ’ પર રાજ્યમાંથી ૩,૨૬,૨૨૩ મહિલાઓએ મદદ માંગી…

Charotar Sandesh