૪ મે ૨૦૨૧થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા શરૂ થશે…
ન્યુ દિલ્હી : સીબીએસઈના વિદ્યાર્થીઓઓ લાંબા સમયથી બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર થવાની રાહ જોઈ રહ્યાં હતા. હવે વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આજે એટલે કે ૩૧ ડિસેમ્બરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક સીબીએસઈ ૧૦માં અને ૧૨માં બોર્ડની પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દીધી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. ૪ મે ૨૦૨૧થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા શરૂ થશે. આ પરીક્ષા ૧૦ જૂન સુધી સમાપ્ત કરી દેવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ૧૫ જુલાઈ સુધી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સીબીએસઈ બોર્ડની પરીક્ષા ૪ મે ૨૦૨૧થી શરૂ થશે. આ પરીક્ષાઓ ૧૦ જૂન ૨૦૨૧ સુધી સમાપ્ત થશે. પરિણામની જાહેરાત ૧૫ જુલાઈ ૨૦૨૧ સુધી કરવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષા ૧ માર્ચ ૨૦૨૧થી શરૂ થશે.