USA : અમેરિકામાં કોરોના વાયરસનો તાંડવ સતત યથાવત છે, કોવિડ ૧૯ના કારણે અમેરિકામાં પાછલા ૨૪ કલાકમાં ૧૫૦૦ લોકોના મોત થયાં છે, જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલય દ્વારા જણાવવામાં આવેલા આંકડાઓ મુજબ અમેરિકામાં અત્યાર સુધી મરનારાઓનો આંકડો ૯૦ હજારને પાર કરી ગયો છે.
કોરોના સંક્રમિત દર્દીઓ અને તેનાથી મોતના મામલે અમેરિકા સૌથી આગળ છે. તેણે સ્પેન અને ઈટલીને પણ પાછળ છોડી દીધા છે, આખા વિશ્વમાં આ વાયરસથી મરનારાઓની સંખ્યા ત્રણ લાખ ૧૬ હજારથી વધુ થઈ ગઈ છે અને સંક્રમિતોની સંખ્યા ૪૮ લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે ૧૮ લાખ ૫૮ હજારથી વધુ લોકોએ કોરોના વાયરસને માત આપી છે.
દરમિયાન કોરોના વાયરસ સંકટના સમયે અમેરિકા સતત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર નિશાન સાધી રહ્યું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હુંની ક્ષમતા અને વિશ્વસનીયતા પર સતત સવાલ ઉઠાવી રહ્યા છે. કેટલાક દિવસો પહેલા તેમણે હુંને અમેરિકા દ્વારા આપવામાં આવતા ફંડિંગને રોકવાની વાત કહી હતી પરંતુ હવે તેમણે હુંના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબ્રિસસને એક પત્ર લખી સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે જો ૩૦ દિવસમાં હું ઠોસ પગલાં નહિ લે તો તેઓ અમેરિકા દ્વારા હુંને અપાતા ફંડિંગને હંમેશા માટે રોકી દેશે. હાલ અમેરિકાએ ફંડિંગને અસ્થાયી રૂપે ફ્રીઝ કરી રાખ્યું છે.
- Nilesh Patel