Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સુરતમાં કોરોના બેકાબૂ, સ્મીમેર હોસ્પિ.ના રેસિડેન્ટ ડોક્ટરોએ આપી હડતાળની ચીમકી…

સુરત : સુરતમાં એકબાજુ કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોનાને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં આ સંકટના સમયમાં લોકોના જીવ બચાવતા સ્મીમેર હોસ્પિટલનાં રેસિડેન્ટ ડોક્ટરોએ પણ હવે તંત્ર સામે એક નવી મુશ્કેલી સામે લાવીને ઉભી કરી દીધી છે. સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબોએ ફી માફીની માંગણી કરી છે. સુરત મનપા દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૩૧ જુલાઈથી હડતાળ પર ઉતરી જવાની ચીમકી પણ રેસિડેન્ટ ડોક્ટરોએ ઉચ્ચારી છે. કોરોના સંક્રમણને કારણ તબીબો જીવના જોખમે કોવિડ સેન્ટર અને કોવિડ ઈમરજન્સીમાં ફરજ બજાવી રહ્યા છે. સ્મીમેર હોસ્પિટલમાં વહીવટ ખાડે ગયો છે. હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીના કિસ્સાઓ છાશવારે પ્રકાશમાં આવે છે.
ત્યારે હાલમાં નવો વિવાદ પ્રકાશમાં આવ્યો છે. કોરોના વચ્ચે જીવના જોખમે નોકરી કરતાં સ્મીમેર હોસ્પિટલનાં રેસિડેન્ટ ડોક્ટરોએ ૬ માસની ફી માફ કરવાની માંગણી કરી છે. મનપા દ્વારા ફી માફ કરવામાં નહી આવે તો તા. ૩૧ જુલાઇથી હડતાળની ચીમકી આપી છે. રેસિડેન્ટ ડોક્ટરની ટીમે ડીન, સુપરિટેન્ડેન્ટ, મનપા કમિશનર, નર્મદ યુનિવર્સિટીનાં કુલપતિ સહિતના અધિકારીઓને આવેદનપત્ર પણ આપ્યું હતું. સ્મીમેર હોસ્પિટલનાં રેસિડેન્ટ ડોક્ટરોની ટીમે જણાવ્યું કે ડોક્ટરો છેલ્લા ૬ માસથી એક પણ રજા લીધા વગર કોરોના સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છે. જીવના જોખમે અમે કાર કરી રહ્યા છીએ. કોરોનાને કારણે અમારો પરિવાર આર્થિક સંકડામણમાં આવી ગયો છે. તેથી અમે છ માસની રૂ ૭.૫૦ લાખ ફી ભરી શકવાની ક્ષમતા નથી.
અમે જીવના જોખમે કોવિડ સેન્ટરમાં કામ કરતા હોવાથી ફી માફ કરવામાં આવે. રેસિડેન્ટ તબીબોએ જે ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે તેની તાલીમ મળતી નથી. અમે ફક્ત કોરોના વોર્ડ અને કોરોના ઇમરજન્સીમાં ફરજ બજાવીએ છીએ. તેથી, અમારા અભ્યાસને નુકસાન થાય છે. સરકારે દરેક ક્ષેત્રના લોકોને ફીમાં રાહત આપી છેસ તેથી તબીબોને પણ રાહત આપવી જોઇએ. રેસિડેન્ટ તબીબોએ મનપાના ઉચ્ચ અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ તંત્ર તરફથી કોઈ પ્રત્યુત્તર આવ્યો નથી. આગામી તા. ૩૧ જુલાઇ સુધી ફી માફ કરવામાં નહી આવે તો રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ કરશે તેવું અલ્ટીમેટમ આપ્યું છે.

Related posts

ગરવી ગુજરાત માટે વૈશ્વિક ગૌરવની ક્ષણ : ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નો ૮મી અજાયબીમાં સમાવેશ..!

Charotar Sandesh

સુરતમાં જન્માષ્ટમી અને દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી પર લાગ્યો પ્રતિબંધ…

Charotar Sandesh

ગુજરાતમાં મચી ગયો ખળભળાટ : રાજકોટ અને સુરતમાં બે કોરોના પોઝિટિવ કેસની પુષ્ટી થઈ…

Charotar Sandesh